આજે જાણો કેમ રાષ્ટ્રપતિની ગાડી પર નથી હોતો નંબર… પણ હવે આવશે નવા બદલાવ… વાંચો

0
61

શું તમે ગાડી વગર રજિસ્ટ્રેશને ચલાવી શકો છો. તમારી ગાડી પર જો રજિસ્ટ્રેશન નંબર નહિ હોય તો તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. પોલીસ ગાડી જપ્ત કરી લે છે. પણ તમે ક્યારેય જોયું હશે કે, દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યના રાજ્યપાલો સહિત અનેક વીવીઆઈપી કાર પર રજિસ્ટ્રેશન નંબર પ્લેટ નહિ હોય. વિદેશ મંત્રાલયની પાસે 14 ગાડી એવી છે, જેના પર નંબર પ્લેટ નથી લાગી. આવા વાહનોનો ઉપયોગ વિદેશી મહેમાનોના સ્વાગત માટે કરવામાં આવે છે. તમને એવો વિચાર જરૂર આવતો હશે કે, આવુ કેમ. તો ચાલો આજે તેનું કારણ પણ જાણી લો.

કોઈ પણ ગાડીનું રજિસ્ટ્રેશન 15 વર્ષ માટે હોય છે. તેના બાદ આ રજિસ્ટ્રેશન પૂરુ થઈ જાય છે. તેના બાદ જો ગાડીની સ્થિતિ સારી હોય અને તે બધા ટેસ્ટ પાસ કરી લે, તો રજિસ્ટ્રેશન 5-5 વર્ષો માટે રિન્યુ કરી શકાય છે. રજિસ્ટ્રેશન નંબર વગર ગાડી ચલાવવાની પરમિશન નથી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ સહિત અનેક વીવીઆઈપીની કાર પર રજિસ્ટ્રેશન નંબર પ્લેટ કેમ નથી હોતી. તેનું કારણ આજે પણ ચાલી આવતી બ્રિટિશન સિસ્ટમ છે. બ્રિટિશ સિસ્ટમમાં માનવામાં આવતુ હતું કે, કિંગ કેન ડુ નો રોન્ગ. મતલબ કે, રાજા કંઈ પણ ખોટું નથી કરી શક્તો. કદાચ આ જ કારણ છે કે, આજે પણ રાષ્ટ્રપતિ સહિત અનેક માનનીયોની ગાડી પર રજિસ્ટ્રેશન નંબર નથી હોતો. રજિસ્ટ્રેશન નંબર પ્લેટથી તેમની ઓળખની વાત છે, તો તેમની ગાડી પર નેશનલ એમ્બલેમ (અશોક સ્તંભ) બનેલુ હોય છે, જે તેમની ગાડીની ઓળખ કરવા પૂરતુ હોય છે.

પણ હવે ચેન્જ આવશે

હવે જલ્દી જ અન્ય વાહનોની જેમ આ વાહનો પર પણ રજિસ્ટ્રેશન નંબર નોંધવામાં આવશે. કેન્દ્રીય સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે આ સંબંધે દિલ્હી હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. કાર્યવાહક ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ અને જસ્ટિસ સી.હરિશંકરની પીઠની સામે દાખેલ કરાયેલ શપથપત્રમા જણાવાયુ કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ રાજ્યોના રાજ્યપાલ, ઉપરાજ્યપાલ, વિદેશ મંત્રાલયના સચિવને વીવીઆઈપીના વાહનો પર રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવા માટે આ વર્ષે 2 જાન્યુઆરીના રોજ પત્ર લખાયો છે. તેમને આ સુનિશ્ચિત કરવાનું કહેવાયુ છે કે, તેમની ત્યાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે અને નિયમાનુસાર રજિસ્ટ્રેશન નંબર પણ પ્રદર્શિત કરવામાં આવે.

વિદેશ મંત્રાલય પાસે વગર નંબરની ગાડી

કેન્દ્ર સરકારના વકીલ રાજેશ ગોગનાએ કોર્ટને જણાવ્યું કે, ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયથી પત્રનો જવાબ પણ આવી ગયો છે. જેના મુજબ, ઉપરાષ્ટ્રપતિ અને તેમની પત્નીના ઉપયોગમાં લેવાતા વાહનો સહિત સચિવાલયના તમામ વાહનો પર રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે પણ સૂચિત કર્યુ છે કે, તેમની પાસે આવા 14 વાહનો છે, જેનો ઉપયોગ વિદેશથી આવતા વીવીઆઈપી લોકો માટે કરાય છે. આ તમામ વાહનોના રજિસ્ટ્રેશન માટે પ્રોસેસ શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, બિનસરકારી સંગઠન ન્યાયભૂમિના સચિવ રાકેશ અગ્રવાલે આ સંબંધે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે, રજિસ્ટ્રેશન નંબરની જગ્યાએ અશોક સ્તંભ લાગેલા વાહનો પર લોકોનું ધ્યાન જલ્દી જ જાય છે. આ વાહનો આતંકી કે બદમાશોના નિશાન પર આસાનીથી આવી શકે છે. એટલું જ નહિ, આ વાહનોથી કોઈ અકસ્માત થાય તો પીડિત વ્યક્તિ વળતરથી પણ વંચિત રહી જશે. કેમ કે, વાહનની કોઈ ઓળખ જ નથી. અરજીમાં દિલ્હી સરકાર અને પોલીસના મોટર વાહન કાયદા અંતર્ગત રજિસ્ટ્રેશન નહિ કરાયેલી રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ અને રાજનિવાસ સહિત વીવીઆઈપીની કારોને જપ્ત કરવાનો નિર્દેશ આપવાની માંગ પણ કરાઈ હતી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર