તમને રહસ્યમય મંદિરો અને જગ્યાઓની મુલાકાત લેવી ગમે છે તો વાંચો આ માહિતી અને આ ઉનાળામાં જ મુલાકાત લઇ આવો…

0
48

ભારત ચમત્કાર અને વિશ્વાસનો દેશ છે. ભારતમાં દરગાહ, મંદિરો, રહસ્યમય ગુફાઓ અનેક રહસ્યમય જગ્યાઓ છે. આજ એક એવા મંદિરની વાત કરીશું જ્યાં રાતે પડતાં માણસો પથ્થર બની જાય છે. આ મંદિર એક રહસ્ય બની ગયું છે તે પણ નવસો વર્ષ જુનું છે. તેમજ કોઈ કહે છે કે, ભૂતનો વાસ છે. તો કોઈ કહે છે કે આ શહેરને સાધુનો શ્રાપ છે. અહીના માણસો હાલ પણ તે શ્રાપને લીધે મંદિરમાં જતાં નથી.

રાજસ્થાનમાં આવેલ બાડમેરનું કિરાડુ મંદિર એટલું તો સુંદર છે કે, જોતાં જ આંખો ખુલી જ રહી જાય. તેને રાજેસ્થાનનું ખજુરાહોના ઉપનામે પણ ઓળખાય છે. આ મંદીરમાં જેવી રીતે પથ્થરની નક્કશી કરેલ છે તે હેરાન કરી દે તેવી છે.
કિરાડુ મંદિર એક રીતે ચમત્કારી છે તો એક તરફ શ્રાપીત પણ છે. રાત પડતાં જ ત્યાં રહેલ કોઈપણ વ્યક્તિ પથ્થર બની જાય અથવા તો મૃત્યુ થાય છે. આ પ્રસિદ્ધ મંદિર પ્રેમિયો માટે વિશેષ આકર્ષણ છે. પરંતુ સાંજ થતાં કોઈપણ રોકવાની હિંમત કરતું નથી. ભુલથી પણ કોઈ રાતના સમયે જાય છે તો પથ્થર બની જાય છે.

મંદિરની ખાસ વાત એ છે કે, તે દક્ષિણ ભારતીય રીતે બનાવેલ છે. કહેવાય છે કે, ઈ.સ. ૧૧૬૧ પૂર્વ આ સ્થાનનું નામ કિરાટકૂપ હતું. મંદિરમાં એક દિવસ સાધુ પોતાના શિષ્યો સાથે રહેવા આવ્યા. થોડા દિવસ આરામ કરીને સાધુ શિષ્યોને ગામવાળાના વિશ્વાસે તેમજ ગામવાળાને શિષ્યોનો ખ્યાલ રાખવાનું કહીને સાધુ ભ્રમણ કરવા માટે નીકળી ગયા.

પરંતુ સેવાના અભાવના કારણે અનેક શિષ્યો બીમાર પડ્યા. બીમાર પડેલ શિષ્યોની કોઈએ સેવા કરી નહીં. પરંતુ ગામમાં રહેતી કુંભારની એક સ્ત્રીએ મન મુકીને શિષ્યોની સેવા કરી અનેક શિષ્યોનો જીવ બચાવ્યો. જયારે સાધુ ભ્રમણ કરીને પાછા આવ્યા અને શિષ્યોની હાલત જોઈ તેમને જાણવા મળ્યું કે, ગામમાં કોઈએ શિષ્યોની સેવા કરેલ નથી તેથી શિષ્યોની આવી હાલત થઈ છે, તેમજ અમુક શિષ્યો સહી સલામત છે તે કુંભારની સ્ત્રીની સેવાને કારણે. સાધુએ શિષ્યો પાસેથી જાણીને ખુબ ગુસ્સો આવ્યો.

ત્યારે સાધુએ ગામને શ્રાપ આપ્યો કે, ગામના માણસો પથ્થર બની જાય, અને મંદિરને પણ શ્રાપ આપ્યો કે, અહીં રાત ના સમયે કોઈ રોકાશે તો પથ્થર બની જશે. સાધુએ કુંભારની સ્ત્રીને આશીર્વાદ આપતાં કહ્યું કે, તે ગામ છોડીને ચાલ્યા જાય અને પાછળ વળીને જોશો નહી. પરંતુ તે કુંભારની સ્ત્રીએ પાછળ વળીને જોયું અને ત્યાં જ પથ્થર બની ગઈ. આજ પણ તે કુંભારની સ્ત્રીની પાછળ જોતી મૂર્તિ ગામમાં છે અને પુજાય પણ છે.

લેખન : કીર્તિ ત્રાંબડીયા