માનવો કરતાં પ્રાણીઓ વધારે સારી રીતભાત ધરાવતા હોય છે

0
229
Animal
Animal

માનવો કરતાં કેટલાંક પ્રાણીઓ વધારે શાણાં હોવાનું લાગી રહ્યું છે. પ્રાણીઓમાં બંને બાજુની વાતચીત અતિ સામાન્ય બાબત છે, એટલે કે પ્રાણીઓ એકબીજા સાથે સહજ રીતે હાવભાવ દ્વારા વાતચીત કરતાં હોય છે. એક નવી શોધ અનુસાર, ડોલ્ફિન બીજા પ્રાણીઓ કે તેની પ્રજાતિ સાથે વાતચીત કરવા માટે વ્હિસલનો સહારો લેતી હોય છે. પ્રાણીઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે પાછળ ફરતાં હોય છે. પ્રાણીઓ કે મનુષ્યોમાં વાતચીતનાં મહત્ત્વનાં અંગ તરીકે સમયને રેખાંકિત કરવામાં આવ્યો છે. કેટલીક પ્રજાતિઓ અધીરી બનીને વાતચીત કરતી રહેતી હોય તો કેટલાંક સોંગબર્ડ સામેનાને જવાબ આપવા માટે ૫૦ મિલિસેકન્ડ કરતાં પણ ઓછો સમય લેતી હોય છે. મનુષ્યો સરેરાશ રીતે વાતચીત દરમિયાન જવાબ આપવા માટે ૨૦૦ મિલિસેકન્ડ સમયનો ઉપયોગ કરતાં હોય છે. બીજી બાજુ ઓછું બોલનાર સ્પર્મ વ્હેલ બેથી ત્રણ સેકન્ડના ગેપમાં જવાબ આપતી હોય છે. માનવને પણ એક સામાજિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેઓ એકબીજા સાથે શાંતિપૂર્ણ વ્યવહાર રાખી શકતાં નથી પરંતુ પ્રાણીઓ એકબીજા સાથે દયા અને સહાનુભૂતિ ધરાવતાં હોવાનો ખુલાસો શોધમાં થયો છે.

વ્હેલ માછલી વાતચીતની કળામાં પારંગત

વ્હેલ માછલીઓ હજારો માઇલ દૂર હોવા છતાં પણ તેની પ્રજાતિ સાથે વાતચીત કરવા કે ગીત ગાવા માટે જટિલ ક્લિકનો ઉપયોગ કરવા જાણીતી છે. સાથે રહેતી કે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી વ્હેલ એક ખાસ પ્રકારનો કોલ ઉત્પન કરતી હોય છે જે મૌખિક લાક્ષણિકતાઓનું વહન કરતી હોય છે. અગાઉ સંશોધકો એવું માનતા હતા કે માનવબોલીની મિમિક્રી કરવી પક્ષીઓ, હાથીઓ, ડોલ્ફિન અને સીલ સુધી મર્યાદિત હતી, પરંતુ હવે વ્હેલ જે ખાસ પ્રકારનો અવાજ પેદા કરે છે તે પરથી લાગે છે કે તે અવાજની નકલ કરીને શીખે છે અને આપણને તેમનાં જંગલી જીવન વિશે સમજવામાં સહાય કરે છે.

પ્રાણીઓના શિષ્ટાચારની થોડી વાતો

  • પ્રાણીઓ તેમનાં વડીલોનું માનસન્માન જાળવતાં હોય છે.
  • પ્રાણીઓ એકબીજાની લાગણીને પારખી શકે છે.
  • પ્રાણીઓ પડોશી સાથે સારું વર્તન ધરાવતાં હોય છે.
  • તેઓ એકબીજાને આલિંગન આપતાં હોય છે.
  • તેઓ સહાનુભૂતિ અને દયા દાખવતાં હોય છે.
  • પ્રાણીઓ એકબીજાને મદદ કરતાં હોય છે.