જાણો હિંદુ દેવી-દેવતાઓનાં નગ્ન ચિત્ર દોરવા પાછળ હુસૈનનો શું વિચાર હતો ?

0
38
mf hussain
mf hussain
ફોટોImage copyrightSEBASTIAN D’SOUZA

હુસૈનના જીવન પર નજર કરીએ તો જે વાત આંખ સામે તરી આવે છે તે કોઈ ભારી ભરખમ વિરાટ સત્ય નહીં, પરંતુ નાની નગણ્ય અને નિર્દોષ વસ્તુઓ છે.

જેને ઇતિહાસે તો કિનારે છોડી દીધી, પરંતુ હુસૈન એક શાળાના બાળકની જેમ પોતાની પાસે રાખીને ચાલતા હતા.

એક વખત રશિયન લેખક વ્લાદીમિર નોબોર્કૉફે એક મહાન કલાકારના લક્ષણ જણાવતા એક વાત કહી હતી.

તેમણે કહ્યું કે તેઓ એ માણસ જેવા છે જે મકાનના નવમાં માળેથી પડતી વખતે અચાનક બીજા માળે એક દુકાનનું બૉર્ડ જોઈને વિચારે છે કે ‘અરે, આના લખાણમાં તો ભૂલ છે.’

આ હતા મકબૂલ ફિદા હુસૈન.


‘ઑહ માય ગૉડ. એમ એફ હુસૈન’

ફોટોImage copyrightEDMOND TERAKOPIAN

કામના પ્રસાદ પ્રખ્યાત લેખક છે. તેઓ હુસૈનને અંગત રીતે જાણતા હતા. તેમની પહેલી મુલાકાત રસ્તા પર થઈ હતી.

કામનાએ જણાવ્યું, ”મેં ભારતીનગરના ચોક પાસે એક માણસને કાળા કલરની કારને ધક્કા મારતા જોયા.”

“તેઓ કારમાં એકલા હતા અને તેમની કાર સ્ટાર્ટ થતી નહોતી. મેં મારી કાર તેમની મદદ કરવાના ઇરાદા સાથે તેમની પાસે ઊભી રાખી.”

“મેં જેવું જ તેમની સામે જોયું તો મારા મોઢામાંથી તરત જ નીકળ્યું કે ઑહ માય ગૉડ. એમ એફ હુસૈન.”

તમે આ વાંચ્યું કે નહીં?

ત્યારબાદ તેમની હુસૈન સાથે ફરી મુલાકાત ઍરપૉર્ટે પર થઈ અને ધીમે ધીમે તેઓ સાથે મિત્રતા બંધાઈ ગઈ.

હુસૈન પોતાના જમાનાના કદાચ સૌથી મોંઘા પેઇન્ટર હતા, પરંતુ તેમની દરિયાદિલીના અનેક કિસ્સાઓ પ્રખ્યાત છે.


જ્યારે હુસૈન શરત હારી ગયા…

ફોટોImage copyrightCHRIS JACKSON

સુનીતા કુમાર એક પ્રખ્યાત ચિત્રકાર છે અને એક જમાનામાં મધર ટેરેસાનાં પ્રવક્તા રહી ચૂક્યાં છે.

તેમના પતિ નરેશ કુમાર ભારતીય ડેવિસ કપ ટીમના સુકાની રહી ચૂક્યા છે.

સુનીતા જણાવે છે, ”મારી હુસૈન સાથે પ્રથમ મુલાકાત દિલ્હીની એક પાર્ટીમાં થઈ હતી.”

“મેં તેમને બીજા દિવસે યોજાનારા ડેવિસ કપનો ફાઇનલ મુકાબલો જોવા માટે આમંત્રિત કર્યા હતા. જેમાં હુસૈને માલ એન્ડરસનના જીતવા પર શરત લગાવી હતી.”

”મેં વિજય અમૃતરાજના જીતવા પર શરત લગાવી. નક્કી એ થયું કે જે હારે તે પોતાના હાથથી બનાવેલું પેઇન્ટિંગ એકબીજાને આપશે.”

“વિજય અમૃતરાજ મેચ જીતી ગયા. પરંતુ શરત પૂર્ણ કરવાની હુસૈનને કહેવાની મારી હિંમત ના થઈ.”

“અમે લોકો ઑબરોય હોટલમાં ઊતર્યા હતા. જ્યારે અમે બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે હોટલમાંથી જાણ થઈ કે હુસૈન સાહેબ મારા માટે પૅકેટ છોડી ગયા છે.”

“મેં વિચાર્યું કે કદાચ મેચ બતાવવા બદલ આભાર કહેવા પત્ર લખ્યો હશે.”

સુનીતાએ આગળ જણાવ્યું, ”જ્યારે મેં પૅકેટ ખોલ્યું, તો તેમાં દોડતા ઘોડાનું પેઇન્ટિંગ જોઈને હું અચંબામાં પડી ગઈ હતી.”

“પેઇન્ટિંગના કલર ત્યારે પણ ભીના હતા, કેમ કે ઑઇલ પેઇન્ટ જલ્દી સૂકાતા નથી. હુસૈને આખી રાત મહેનત કરી મારા માટે પેઇન્ટિંગ બનાવ્યું હતું.”


…અને હુસૈને બૂટ પહેરવાનું છોડી દીધું

ફોટોImage copyrightCHRIS JACKSON

હુસૈને 1963 બાદથી બૂટ પહેરવાનું છોડી દીધું હતું. તેની પાછળ પણ એક કહાણી છે જે તેમણે બીબીસી સાથે થયેલી વાતચીતમાં જણાવી હતી.

તેમણે જણાવ્યું, ”મુક્તિબોધ હિંદીના પ્રખ્યાત કવિ હતા. તેઓ મારા મિત્ર હતા. મેં તેમનું એક ચિત્ર પણ બનાવ્યુ હતુ.”

“જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે તેમના પાર્થિવ શરીર સાથે હું સ્મશાન ગયો હતો. મેં તે સમયે જ મારા ચપ્પલ ઊતારી દીધાં હતાં.”કેમ કે હું જમીનની ગરમીને અનુભવવા માગતો હતો.”

તેમણે કહ્યું, “આ અંગે વધુ એક વાત પણ છે. મારી માતાનું મૃત્યુ હું જ્યારે માત્ર દોઢ વર્ષનો હતો ત્યારે થયું હતું.”

“મારા પિતા મને કહેતા હતા કે મારા પગ મારી માતા જેવા છે. મેં ત્યારે વિચાર્યું કે તો પછી હું બૂટ શા માટે પહેરું?”


હુસૈન મર્સિડિઝમાંથી ઊતરી મેદાનમાં સુઈ ગયા!

ફોટોImage copyrightOTHERS
ફોટો લાઈનપત્ની સાથે હુસૈન

કામના કહે છે, ”તેમના માટે કોઈ મોટી વાત નહોતી કે તેઓ ઘરેથી દિલ્હી જવા નીકળે અને ઍરપૉર્ટ પહોંચીને કલકત્તાની ટિકિટ ખરીદી લે.”

“તેમનામાં બાળકો જેવું કુતૂહલ હતું. દરેક વસ્તુ જાણવાની તેમનામાં ઇચ્છા હતી.”

સુનીતા કુમાર જણાવે છે કે ઘણી વખત તેઓ ઍરપૉર્ટ જવા નીકળતા હતા અને પાછા ત્યાંથી પરત ઘરે આવી જતા.

સુનીતા એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહે છે, “એક વખત ઍરપૉર્ટ જતી વખતે તેમણે કાર રોકાવી ડ્રાઇવરને કહ્યું કે હું અહીં મેદાનમાં સૂવા માંગુ છું.”

“તેમણે પોતાની બૅગ કાઢી અને તેના પર માથું રાખીને સૂઈ ગયા. ડ્રાઇવરે મને ફોન કરીને કહ્યું કે એક બાજુ મર્સિડીઝ ઊભી છે અને બીજી તરફ હુસૈન ખુલ્લા મેદાનમાં સૂતા છે.”


એ ‘બિહારી ડૉનટ’ જે હુસૈનને ખૂબ ભાવતાં

ફોટોImage copyrightOTHERS
ફોટો લાઈનહુસૈન દ્રારા બનાવેલું મધર ટેરેસાનું ચિત્ર

હઝરત નિઝામુદ્દીનમાં એક સમયે જકી મિયાંની ચાની દુકાન રહેતી હતી.

જકી મિયાં દરેક સવારે તાજી મલાઈની પ્લૅટ બચાવીને અલગથી રાખતા હતા. કોને ખબર ક્યારે મલાઈના શોખીન હુસૈન ત્યાં પહોંચી જાય?

ખાવા-પીવાના અનોખા અડ્ડા અને જગ્યાઓ તેમને બાળપણથી જ આકર્ષિત કરતી હતી.

કામના પ્રસાદ જણાવે છે, ”અમે લોકો બિહારથી છીએ. અમારે ત્યાં છઠનો તહેવાર ઉજવાય છે.”

“અમારે ત્યાં ઠેકુઆ બનાવામાં આવે છે, જેને બનાવવામાં લોટ, ઘી અને ગોળનો ઉપયોગ થાય છે.”

“હુસૈનની આ પ્રિય વાનગી હતી. તેઓ હંમેશા આ વાનગી બનાવવાનો આગ્રહ રાખતા હતા.”

“તેઓ આનું નામ ભૂલી જતા હતા અને કહેતા કે ‘બિહારી ડૉનટ’ ખવડાવો.”


…અને રામાયણનાં દોઢસો ચિત્રો દોર્યાં!

ફોટો
ફોટો લાઈનલોહિયાનું ચિત્ર

ઓછા લોકોને ખબર છે કે રામ મનોહર લોહિયા પણ હુસૈનના સારા મિત્ર હતા.

એક વખત તેઓ તેમને ઝામા મસ્જિદ પાસે કરીમ હોટલ લઈ ગયા, કેમ કે લોહિયાને મુઘલાઇ ખાવાનું પસંદ હતું.

ત્યાં લોહિયાએ તેમને કહ્યું, ”તમે જે બિરલા અને ટાટાના ડ્રોઇંગ રૂમમાં લટકનારી તસવીરોથી ઘેરાયેલા છો, તેનાથી બહાર નીકળો, રામાયણનાં ચિત્રો દોરો.”

લોહિયાની આ વાત હુસૈનને તીરની જેમ ખૂંચી અને આ આગળ પણ તેમના પર તેની અસર રહી.

તેમણે લોહિયાના મૃત્યુ બાદ મોતીભવનને રામાયણનાં આશરે દોઢ સો ચિત્રોથી ભરી દીધું.

વર્ષ 2005માં હિંદુ કટ્ટરપંથીઓએ તેમનાં આ ચિત્રોને કારણે તોડફોડ કરી હતી.


શું વિચારીને હિંદુ દેવી-દેવતાઓનાં નગ્ન ચિત્રો દોર્યાં?

ફોટોImage copyrightGETTY IMAGES

તેમને સતત મળતી ધમકીઓના કારણે તેમણે ભારત છોડ્યું અને ક્યારેય પરત ન ફર્યા.

એક વખત બીબીસીએ તેમને સવાલ કર્યો કે, ”શું વિચારીને તેમણે હિંદુ દેવી-દેવતાઓનું નગ્ન ચિત્ર બનાવ્યું?”

તેમનો જવાબ હતો, ”તેનો જવાબ અજંતા અને મહાબલીપુરમના મંદિરોમાં છે.”

“તેના પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે તેને સાંભળીલો.”

“હું માત્ર કળા માટે જવાબદેહ છું અને કળા સાર્વભૌમિક છે. નટરાજની જે છબી છે તે માત્ર ભારત માટે નથી, સમગ્ર દુનિયા માટે છે.”

“મહાભારતને માત્ર સાધુ સંત માટે લખવામાં આવ્યું નહોતું, તેના પર સમગ્ર દુનિયાનો હક છે.”


આખી રાત હુસૈન ચિત્રો દોરતા રહ્યા

ફોટો
ફોટો લાઈનએસ કે મિશ્રાનું હુસૈન દ્વારા બનાવેલું ચિત્ર

એસ.કે.મિશ્રા તેમની સાથે બનેલો એક પ્રસંગ વર્ણવે છે.

મિશ્રા તત્કાલિન વડાપ્રધાન ચંદ્રશેખરના પ્રધાન સચિવ હતા. વાત એ દિવસોની છે જ્યારે તેઓ ઇન્ડિયા ટૂરિઝમ ડેવલપમૅન્ટ કૉર્પોરેશનના નિર્દેશક હતા.

“એકડો લખતા શીખ્યો તે પહેલાંથી ભજન ગાઉં છું”

તેમણે સાઇપ્રસમાં એક હોટલ ખોલી હતી, જ્યાં તેમણે હુસૈનનાં ચિત્રોનું પ્રદર્શન રાખ્યું હતું અને ત્યાંના રાષ્ટ્રપતિને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા.

એસ કે મિશ્રા યાદ કરે છે, ”પ્રદર્શનનો દિવસ આવી ગયો અને હુસૈનની કંઈ ખબર નહોતી. અચાનક ખબર પડી કે સાંજે તેઓ આવે છે.”

“જ્યારે હું ઍરપૉર્ટે પહોંચ્યો તો જોયું કે હુસૈન ચિત્ર વગર આવી રહ્યા છે. મેં પૂછ્યું કે ચિત્રો ક્યાં છે?”

“તેમણે કહ્યું કે પછીની ફ્લાઇટમાં આવી રહ્યાં છે. હુસૈન બોલ્યા ચાલો જમવા માટે જઈએ. મેં તેમના સાથે જમવાની ના પાડી દીધી.”

“હું ખૂબ જ ગુસ્સે હતો. મેં કહ્યું કે તમે મને પહેલાં માહિતી આપી દીધી હોત તો હું કોઈ બહાનું કાઢી કહીં દેત.”

“એવું કહી દેત કે હુસૈનને હૃદયનો હુમલો આવ્યો છે. હવે હું રાષ્ટ્રપતિ સામે શું મોઢું બતાવીશ?”

”બીજા દિવસે સવારે હુસૈન ફરી મારા રૂમમાં આવ્યા. બોલ્યા ચાલો હવે હૉલમાં, જ્યાં મારાં ચિત્રો રાખવાનાં છે.”

“મેં કહ્યું કે તમે મારો સમય કેમ બગાડો છો. તેમના કહેવાથી હું ત્યાં ગયો તો મેં હુસૈનનાં 13 ચિત્રો ત્યાં જોયાં.”

“તેના પર રંગ એટલા તાજા હતા કે નીચે ટપકી રહ્યા હતા. હુસૈને આખી રાત જાગીને મારા માટે આ ચિત્રો તૈયાર કર્યાં હતાં.”