અમેઠીમાં રાહુલ ગાંધીએ ગરીબોની જમીન હડપ કરી લીધી: મંત્રી સ્મૃતિ ઇરાની

0
57

નડિયાદ: ‘જેના મત વિસ્તારમાં સહેજ પણ વિકાસ થયો નથી. પાકા રસ્તા નથી, દવાખાના નથી, શાળાઓ નથી, કલેક્ટર કચેરી સુધ્ધા પણ નહતી. તેવા કોંગ્રેસના નેતા રાજ્યમાં આવીને વિકાસ નહીં થયાની વાતો કરે છે, તે કેટલું વાહીયાત છે ?’ તેવો પ્રશ્ન કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ શુક્રવારના રોજ નડિયાદ ખાતે જાહેર સભામાં ઉઠાવ્યો હતો અને રાહુલ ગાંધી પર સીધો પ્રહાર કર્યો હતો.

આ પ્રસંગે વધુમાં સ્મૃતિ ઇરાનીએ આક્ષેપ કર્યો હતો કે, વિવિધ વિકાસના બહાનાઓ હેઠળ ગરીબોની જમીન હડપ કરી લીધી છે. તેનો જવાબ તાજેતરની યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં મનભરીને આપી દીધો છે. રાહુલજી રાજ્યમાં ધર્મનો, જાતિવાદનો ઉપયોગ કરી વિકાસના પથ ઉપરથી ગુજરાત હટી જાય અને તેઓને સત્તા પ્રાપ્ત થાય તેવું ઇચ્છી રહ્યા છે.

હું રાહુલજીને કહું છું કે 22 વર્ષ પૂર્વેના ગુજરાતમાં અને આજના ગુજરાતમાં ઘણો જ ફરક છે. ઠેર ઠેર પાકી શાળાઓ, હોસ્પિટલ અને કોલેજોનું નિર્માણ થયું છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દેવુસિંહ ચૌહાણ સહિત આગેવાનો હાજર રહ્યાં હતાં.

ગાંધી પરિવારે અમેઠીમાં વિકાસ કર્યો નથી ને ગુજરાતમાં શોધી રહ્યા છે :મંત્રી સ્મૃતિ ઇરાની

કોંગ્રેસના ગાંધી પરિવારના સભ્યો છેલ્લા કેટલાય વર્ષોથી અમેઠી બેઠક પરથી ચૂંટણી લડે છે.તે વિસ્તારના વિકાસ ન થતા શહેરની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે.ગાંધી પરિવાર પોતાની બેઠક પર વિકાસ કરવામાં નિષ્ફળ ગઇ છે.તે ગુજરાતમાં વિકાસ શોધી રહી છે.કોંગ્રેસને વિકાસ દેખાતો નથી.તેમ માહિતી અને સુચના પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની આણંદ બેઠકના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ માટે યોજાયેલ સભામાં જણાવ્યું હતું.

સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસને આડે હાથલેતા જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ છેલ્લા એક માસથી ગુજરાતમાં વિકાસને શોધવા આંટા મારે છે.સતાની રાજનીતિ માટે ગુજરાતની જનતામાં જાતિવાદના આધારે ભાગલા પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ એ જ કોંગ્રેસ છે.જેણે અમેરીકામાં હિદુને આતંકવાદી કરાર કર્યો હતો, આ એ જ કોંગ્રેસ છે.જેના કાર્યકર્તાઓ કેરળમાં ગૌમાતની જાહેરમાં હત્યા કરે છે. તેવી કોંગ્રેસને ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે,વધુમાં જણાવ્યું હતું કે અમે વિકાસના મુદે ચર્ચા કરવા તૈયાર છીએ પરંતુ કોંગ્રેસ પાસે વિકાસનો કોઇ મુદો ન હોવાથી આજે જાતિવાદનો સહારો લઇ રહી છે.