આવી ગયુ WhatsApp માં બીજુ એક ફીચર, કરી શકશો ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર

0
128

આજે સમગ્ર વિશ્વમાં WhatsApp વાપરનાર વર્ગ દિવસે-દિવસે ખુબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. નાના બાળકથી લઈને મોટા વ્યક્તિ સુધીઓ WhatsAppનો શોખ મોટા પાયે જોવા મળે છે. સમયાંતરે WhatsAppદવારા કેટલાક પરિવર્તન પણ કરવામાં આવે છે જેમકે તેનું વર્ઝન અપગ્રેડ થવું, કોઈ નવું ફિચર આવવું કે તેની થીમ બદલાવી જેવી અનેક બાબતો WhatsApp સાથે જોડાયેલ છે. આવું જ એક નવું ફીચર WhatsAppમાં તાજેતરમાં ઉમેરવામાં આવ્યું હતું.

જાણીતી મેસેંજિંગ એપ WhatsApp ટુંકમાં જ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)દ્વારા ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર ફીચર ચાલુ કરાશે. આ ફીચર WhatsAppનાં નવા બીટા અપડેટમાં જોવામાં આવ્યું છે. આ ફીચર વ્હોટ્સએપનાં નવા વર્ઝનમા મળવાપાત્ર છે. WhatsApp યુપીઆઇ સિસ્ટમ દ્વારા બેક ટુ બેક ટ્રાન્સફરની સર્વિસ પણ આપશે.
જાણવા મળેલ માહિતી અનુસાર WhatsApp ની આ સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝર્સે  WhatsApp પેમેન્ટ અને બેંકનાં કેટલાક નિયમો તથા શરતોનો સ્વિકાર કર્યા બાદ આ લાભ મળવા પાત્ર છે. ઉલ્લેખનીય છે કે UPI મોબાઇલ પ્લેટફોર્મ દ્વારા બે બેંકો વચ્ચે તાત્કાલીક અસરથી ફંડ ટ્રાન્સફર થઇ શકે તેવી સુવિધા આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કેWeChat અનેHike જેવી મેસેન્જિંગ એપ પહેલાથી જ મેસેન્જિંગ એપની સાથે સાથેUPI આધારિત પેમેન્ટ સર્વિસ પુરી પાડે છે. તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓપ ઇન્ડિયાન અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન્ચ કરેલ છે. હવે WhatsApp 200 મિલિયન એક્ટિવ યુઝર્સ સાથે આ સર્વિસ સાથે જોડવા જઇ રહી છે. તેનાથી યુઝર્સનો અનુભવ પહેલા કરતા વધારે સારો રહેશે.

વધુ માહિતી