કમલા મિલ આગ Video : નસામાં ઘુત લોકો સેલ્ફી અને વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતાં

0
61

મુંબઈના કમલા મિલ કંપાઉંડમાં આવેલા પબમાં લાગેલી આગમાં 14 લોકો મોતને ભેટ્યાં હતાં, અને 55થી પણ વધારે લોકો ઘાયલ થયાં હતાં. આગન જ્વાળાઓની લપેટમાં 3 NRI પણ આવી ગયાં હતાં, જેમની હાલ સારવાર ચાલી રહી છે. આ ઘટનાને લઈને એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. આ બાબતે હવે વધુ એક ખુલાસો થયો છે.

કેટલાક પ્રત્યક્ષદર્શીઓના ઘટનાનું વર્ણન કર્યું હતું. એક ખાનગી સિક્યોરિટી કંપનીમાં કામ કરતા મહેશ સાબલેએ જણાવ્યું હતું કે, તે રાત્રે ભારે હોબાળો અને નાસભાગાનો અવાજ સાંભળી તે પોતાની ઓફિસમાંથી બહાર નિકળ્યો, જોયું તો ઘણા લોકો મારી તરફ આવી રહ્યાં હતાં. જ્યાં પણ રસ્તો દેખાય ત્યાં લોકો ભાગી રહ્યાં હતાં.

સાબલેના જણાવ્યા પ્રમાણે, કેટલાક લોકોએ છત પર આવેલી સુરક્ષા એજન્સીના કાર્યાલયની અંદર જવાનો આગ્રહ કર્યો. લોકો લિફ્ટ મારફતે આવ્યા હતાં અને ત્યાંથી બહાર નિકળવા માટેના રસ્તાની તેમને કોઈ જ જાણકારી ન હતી. મેં લગભગ 150 થી 200 જેટલા લોકોને મને જાણ હતી તે પ્રમાણેનો રસ્તો બતાવ્યો. જ્યારે કેટલાક લોકો બહાર જવાના રસ્તાથી તદ્દન અજાણ હોવાથી રેસ્ટ રૂમમાં જ રોકાઈ ગયાં હતાં.

સાબલેના અન્ય એક સહકર્મી સંજય ગિરિએ ગોઝારી ઘટના વિષે જણાવ્યું હતું કે, તે સમયે તે ગ્રાઉન્ડ ફ્લોર પર હતો અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરવા ઉપરના માળે ગયો. ગિરિના જણાવ્યા અનુંસાર, શરૂઆતમાં છત પર આવેલા પબમાં દારૂના નશામાં ધુત કેટલાક લોકો ઘટનાની સેલ્ફી લઈ રહ્યાં હતાં. જ્યારે કેટલાક લોકો આગનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતાં. જેના કારણે લોકોને બચાવવાના પ્રયત્નોમાં સમય લાગી ગયો. સાબલે અને ગિરિના જણાવ્યા પ્રમાણે રાંધણ ગેસ (એલપીજી)ના ઘણા બધા સિલિન્ડર ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યાં હતાં અને આગથી સળગતો કાટમાળ તેના પર પડી રહ્યો હતો