ચોટલી કપાવવાની ઘટ માત્ર અંધશ્રદ્ધા ..જુઓ કઇ રાતે ખુલ્યું રહસ્ય

0
133

વાત કરીએ મહિલાઓની ચોટલી કપાવવાની પળોજણની સુરતના કીમ પૂર્વમાં  આવેલા મુન્ના એજન્સી વિસ્તારમાં ૨૪ કલાકમાં બે મહિલાની ચોટલી કપાઈ જતા કીમ તેમજ આજુબાજુ વિસ્તારમાં રાત પડતા લોકોમાં ડરનો માહોલ જોવા મળતો હતો.જોકે બે મહિલા પેકી એક મહિલાએ પોતે પોતાના વાળ દાંતથી કાપી નાખ્યા હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોકી ગઈ હતી.જુઓ ચોટી કપાવવાનું રહસ્ય કઇ રાતે ખુલ્યું.

રાજેસ્થાન,ઉતરપ્રદેશ તેમજ ગુજરાતમાં મહિલાઓની ચોટલી કપાવવાનું શરૂ થતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.જોકે સુરતના કીમમાં બનેલી બે ઘટના પહેલેથી શંકાસ્પદ લાગતી હોવાથી સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઇ ભોગ બનનાર બે મહિલા પેકી રીન્કુદેવી ની પૂછપરછ કરતા રીન્કુદેવીએ લાલ સાડી વાળી મહિલા વાળ કાપી ગઈ હોવાની વાત ઉપજાવી કાઢી હતી.પોતાના વાળ દાત વડે કાપી લોકોને ભયભીત કરી દીધા હતા.
મહિલાના પતિ રાજુની વાત માનીએ તો મુન્ના એજન્સી વિસ્તારમાં ભીખ માંગવાના બહાને પુનમ નામની મહિલાના વાળ કપાયાની ઘટના બાદ રીન્કુદેવી ભયભીત હતી અને કોઈ મહિલા તેના વાળ કાપી નાખશે એવા ભય હેઠળ જીવી રહી હતી.માનસિક હતાશામાં રીન્કુદેવી એ પોતાના વાળ દાત વડે કાપી નાખ્યા બાદ સ્થાનિક લોકોને ગુમરાહ કર્યા હતા.જોકે પોલીસ તપાસમાં રીન્કુદેવીનો ભાંડો ફૂટી ગયો હતો અને લાલ સાડી વાળી મહિલા વાળ કાપી ગઈ હોવાની વાત અફવા સાબિત થઇ હતી

કીમ પૂર્વ વિસ્તારમાં બે મહિલાના વાળ કાપી નાખવાની શંકાસ્પદ ઘટના બાદ કીમ સહિત આજુબાજુ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને અનેક પ્રકારની વાત વાયુ વેગે ફેલાતા લોકોએ ભૂત પ્રેત અને વાળ કાપતી મહિલાના કોપથી બચવા નવાનવા અખતરા કર્યા હતા.કોઈએ ઘરના બારણે તોરણ ની જગ્યા લીમડાની ડાળખી લગાવી હતી તો કોઈએ કંકુના પંજા કર્યા હતા તો કોઈએ લીંબુ મરચા લગાવ્યા હતા.

જયારે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં મહિલાઓના ચોટલા કપાઈ જતા લોકોમાં ફફડાટ હતો.જોકે ૨૪ કલાકમાં કીમમાં બે ઘટના બનતા કીમ તેમજ આજુબાજુ વિસ્તારમાં મહિલાઓ ફફડી રહી હતી,બાળાઓ શાળાએ જતા પણ ડરી રહી છે આવા સમયે કીમ પોલીસ અને એસ.ઓ.જી પોલીસની સતર્કતાને કારણે પોતાના વાળ લાલ સાડી વાળી મહિલાએ કાપ્યા હોવાનો દાવો માત્ર તરકટ હોવાનું બહાર આવ્યું હતું

આગળ વાંચો