ટ્વિટર વોર: ગુજરાતમાં કૉંગ્રેસ આવે છે, UPથી નીકળી ગઈ છે

0
78

અમદાવાદ: ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોની અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વાતાવરણમાં પણ જોવા મળી છે. સાથેસાથે ટ્વિટર, વોટ્સ અપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં યુપીનાં ચૂંટણી પરિણામોએ રમૂજ ફેલાવી છે. સોશિયલ મીડિયામાં ભાજપના વિજય કરતાં કૉંગ્રેસનો પરાજય ચર્ચાનો મુદ્દો બન્યો છે. ગુજરાતમાં કૉંગ્રેસે ‘કૉંગ્રેસ આવે છે’ તેવું સૂત્ર આપ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશમાં પરાજય બાદ સોશિયલ મીડિયામાં ‘કૉંગ્રેસ આવે છે, ઉત્તર પ્રદેશથી નીકળી જ ગઈ છે’ જેવાં જુમલાએ મારો ચલાવ્યો છે.

વોટ્સએપ પર ચાલતા મેસેજીસ

-ગુજરાતમે કોંગ્રેસ આવી રહી છે, ઉત્તર પ્રદેશથી નીકળી ચુકી છે.

-અમેઠી પણ ના રહ્યું હાથમાં આટલા બધા દિવસો પણ ના ગુજારો ગુજરાતમાં

-70 વર્ષ પછી અમેઠીના લોકોની આંખો ખુલી ભગવાનનો આભાર માનુ છું. આખરે તેઓ નેહરુ રાજવંશની ગુલામીમાંથી બહાર આવ્યા.

ઉત્તર પ્રદેશની 16 બેઠકના ચૂંટણી પરિણામોનું અનુમાન
EVM હેકિંગ 13 સીટ
દોલતની દેવી 3 સીટ
કામ બોલે છે 0 સીટ

નવા નકલી

હિન્દુ 0 સીટ
દિલ્લીના ઘુંઘરુ શેઠ 02 સીટ