પાકિસ્તાનમાં ધોળા દિવસે કરાઈ બે હિન્દુ ભાઈઓની હત્યા

0
70

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમા શુક્રવારે બદમાશોએ ધોળેદિવસે બે હિન્દુ અનાજના વેપારીઓની ગોળી મારીને હત્યા કરી છે. માર્યા ગયેલા બંને વેપારીઓ સગા ભાઈઓ હતા. જેમનું નામ દિલીપ કુમાર અને ચંદ્ર માહેશ્વરી છે. આ ઘટના તે સમયે બની જ્યારે બંને ભાઈઓ થારપાર્કર જિલ્લાના માર્કેટમાં પોતાની દુકાન ખોલી હતી. ત્યારે બે બાઈક સવાર આવેલા બદમાશોએ બંને ભાઈઓ પાસેથી રૂપિયા છીનવવાના પ્રયાસો કર્યા હતા. જ્યારે તેમણે વિરોધ કર્યો, તો લૂટારુઓએ તેમને ગોળી મારી હતી.

કચ્છની સામે પાર આવેલા પાકિસ્તાનના મિઠી શહેરમાં આજે સવારે બે હિન્દુ વેપારી ભાઇઓની અજાણ્યા હુમલાખોરોએ લૂંટના ઇરાદે બંદુકની ગોળી મારીને હત્યા કરી હતી. બંને લૂંટારુંઓ હેલમેટ પહેરીને આવ્યા હતા. ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાએથી પાકિસ્તાનનું મિઠી શહેર માત્ર 60 કિમી જ દૂર છે. ત્યાં હિન્દુઓની વસતી નોંધપાત્ર છે. ગુજરાતના અમદાવાદ, પાલનપુર, મોરબી અને ગાંધીધામ જેવા શહેરમાં મિઠીથી સ્થળાંતર કરીને આવેલા અનેક લોકો વસી રહ્યા છે.

આ બનાવને પગલે હિન્દુઓનું વર્ચસ્વ ધરાવતા આ વિસ્તારમાં વેપારીઓએ પોતાની દુકાનો ફટોફટ બંધ કરી નાખી હતી. રોડ પર લોકો એકત્ર થઇ ગયા હતા અને વિરોધ સ્વરૂપે ટ્રાફિક પણ અવરોધ્યો હતો. સ્થાનિક લોકોએ એવો આક્ષેપ મૂક્યો હતો કે પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી અને તેને લીધે લૂંટારાઓ નાસી છુટવામાં સફળ થયા હતાં. આ બંને ભાઇઓને એક-એક પુત્ર અને પુત્રી છે.

દરમિયાન, સિંધના ગૃહ મંત્રી સોહેલ અનવર સિયાલે ઉમરકોટના એસએસપીને હત્યાના બનાવની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

Dailyhunt