મોટી ખાનગી સ્કૂલોની ત્રણ વર્ષ માટે સરખી ફી રહેશે કે વાર્ષિક વધારો થશે?

0
67

ખાનગી સ્કૂલોની ફીને અંકુશમાં લાવવા માટે રાજ્ય સરકારે લાગુ કરેલ ફી નિર્ધારણ કાયદામાં દરખાસ્ત કરનારી સ્કૂલોની ફી ત્રણ વર્ષ માટે નક્કી કરવાની જોગવાઈ કરવામા આવી છે ત્યારે મોટા ભાગની મોટી ખાનગી સ્કૂલોની ફી દરખાસ્ત હજુ બાકી છે ત્યારે આ સ્કૂલોના ફી નિર્ધારણમાં ત્રણ વર્ષ માટે સરખી ફી અપાશે કે વધારો અપાશે તે નક્કી નથી ? હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સંચાલકોની દલીલો બાદ હાઈકોર્ટે સરકારને પણ કેટલાક સૂચનો કર્યા હોઈ ચુકાદાને ધ્યાનમાં રાખીને ફી નિર્ધારણ કરવામા આવશે. રાજ્ય સરાકરના ફી નિર્ધારણ કાયદા સામે હાઈકોર્ટમાં જનારી અમદાવાદ શહેરની તેમજ અમદવાદ ઝોનની ૫૦૦થી વધુ સીબીએસઈ,આઈસીએસઈ બોર્ડ સહિતની મોટી ખાનગી સ્કૂલો સાથે ગુજરાતના ચાર ઝોનની ૨૦૦૦થી વધુ સ્કૂલો હતી. આ સ્કૂલોએ હજુ સુધી દરખાસ્ત કરી જ નથી પરંતુ હાઈકોર્ટે સરકારના કાયદાને બંધારણીય ગણાવીને પાલન કરવાનો આદેશ કર્યો છે અને સાથે ૨૧ દિવસમાં દરખાસ્ત કરવાનો પણ આદેશ કર્યો છે. જેથી તમામ સ્કૂલોએ ફરજીયાત ૧૭મી સુધીમાં ફી કમિટીને દરખાસ્ત કરી દેવાની છે.ત્યારબાદ કમિટી દ્વારા સ્કૂલોની દરખાસ્ત અને હિસાબો તથા દસ્તાવેજોના આધારે ફી નિર્ધારણ કરાશે.ફી નિર્ધારણ કાયદાની જોગવાઈ મુજબ કમિટીએ ત્રણ વર્ષ માટે ફી નક્કી કરવાની છે.જેમાં ૨૦૧૭-૧૮,૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ એમ ત્રણ વર્ષનો સમાવેશ થાય છે. જો કે કમિટી જ્યાં સુધીમાં નવી ફી જાહેર કરશે ત્યાં સુધીમાં ચાલુ વર્ષે એટલે કે ૨૦૧૭-૧૮તો પુરુ થઈ ગયુ હશે.પરંતુ આ વર્ષની જે ફી નકકી કરશે તે સ્કૂલે માન્યા રાખીને વાલીઓને ફી વધઘટ સરભરી કરી આપવાની રહેશે. ત્રણ વર્ષ માટે કમિટીએ ફી માળખુ નક્કી કરીને જાહેર કરવાનું છે ત્યારે આ મોટી ખાનગી સ્કૂલોને ત્રણ વર્ષ માટે સરખી ફી નક્કી કરી આપવામા આવશે કે વધારો આવશે તે હજુ સ્પષ્ટ નથી અન ફી નિર્ધારણ બાદ જ માલૂમ પડશે.કમિટીના સભ્યો અને સરકારના શિક્ષણ વિભાગના અધિકારીનું કહેવુ છે કે કમિટીને સ્કૂલોની દરખાસ્ત અને હિસાબો તથા દસ્તાવેજો જોયા બાદ જે ફી લાગશે તે નક્કી કરશે. જેમાં કોઈ સ્કૂલની ત્રણ વર્ષની સરખી ફી પણ હોઈ શકે અને ત્રણ વર્ષ માટે અલગ અલગ વધારા સાથેની ફી પણ હોઈ શકે તો કોઈ સ્કૂલને વાર્ષિક ટકાવારી પ્રમાણે વધારો પણ આપી શકાય.જો કે મહત્વનું છે કે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સંચાલકો તરફથી કરાયેલી કેટલીક દલીલોને ધ્યાનમા રાખતા હાઈકોર્ટે સરકારને પણ ફી નિર્ધારણ માટે સૂચનો કર્યા છે ત્યારે કમિટી દ્વારા હવે આ મોટી સ્કૂલોની ફી નક્કી કરતા સમયે હાઈકોર્ટના ચુકાદાને ધ્યાનમા રાખવામા આવશે. મોટી સ્કૂલોના વાલીઓ સ્કૂલોના ડરને લીધે હજુ પણ ફરિયાદ કરતા નથી અમદાવાદની સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની મોટી ખાનગી સ્કૂલોના વાલીઓ સ્કૂલ સામે ડરના લીધે ફરિયાદ કરતા જ નથી.હજુ સુધી એક બે સ્કૂલને બાદ કરતા મોટી ખાનગી સ્કૂલોના એક પણ વાલીએ ડીઈઓ-ડીપીઓ કે ફી કમિટીમાં ફરિયાદ કરી નથી કે સ્કૂલો સામે સામૂહિક રીતે ઉગ્ર વિરોધ કર્યો નથી.પરંતુ ફી નિર્ધારણ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે વાલી કોઈ પણ સ્કૂલ સામે લેખિતમાં કમિટીને ફરિયાદ કરી શકે છે.જો કે બીજી બાજુ સરકારે ફી કમિટીમાં વાલીઓના પ્રતિનિધિને સ્થાન ન આપતા પણ ઉગ્ર વિરોધ છે.  ડીઈઓ-ડીપીઓનું કહેવુ છે કે  ખરા અર્થમાં મોટી સ્કૂલોના વાલીઓ એક થઈને ડર્યા વગર સ્કૂલો સામે કમિટી સમક્ષ કે ડીઈઓ-ડીપીઓ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરે તો જ સ્કૂલ સંચાલકોની મનમાની તૂટશે. વાલીના નામની ગુપ્તતા રહેશે અને તેમને રક્ષણ પણ અપાશે મોટી સ્કૂલોના વાલીઓ ફરિયાદ ન કરતા હોઈ આ અંગે ડીપીઓ તથા સરકારના શિક્ષણ વિભાગના અધિકારીનું કહેવુ છે કે જો વાલી પુરાવા સાથે ફરિયાદ કરે તો તેનું નામ ગુપ્ત પણ રાખવામા આવશે અને કોઈ પણ  ફરિયાદ કરનાર વાલીના બાળકને હેરાન કે પરેશાન ન કરી શકે તે માટે ડીઈઓ-ડીપીઓ દ્વારા વાલીને અને તેના બાળકને પુરતુ રક્ષણ આપવામા આવશે અને તે ડીઈઓ-ડીપીઓની જવાબદારી પણ છે અને તે માટે ડીઈઓ-ડીપીઓ ખાત્રી પણ આપશે.

See more at:gujaratsamachar