યુપી ચૂંટણી પરિણામ: અમેઠીમાં કૉંગ્રેસના સૂપડા સાફ, સ્મૃતિએ કર્યો કટાક્ષ

0
69

કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સંસદીય સીટ અમેઠી પર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસને જોરદાર ઝાટકો લાગ્યો છે. અમેઠીમાં બે નગરપાલિકા સીટો ગૌરીગંજ અને જાયસની સાથે બં નગરપંચાયતો અમેઠી અને મુસાફિરખાના છે. ગૌરીગંજ સીટ પર સપા ઉમેદવારે જીત પ્રાપ્ત કરી છે. જ્યારે જાયસ સીટ પર ભાજપા ઉમેદવાર જીત્યું છે. અમેઠીની નગર પંચાયત સીટ પર ભાજપાના ચંદ્રમા દેવી જીતી ગયા છે. આ સિવાય મુસાફિરખાના નગર પંચાયત પર અપક્ષ ઉમેદવાર પુરષોત્તમ દાસે જીત પ્રાપ્ત કરી છે. જાયસ નગર પાલિકાની અત્યાર સુધી થયેલી ચૂંટણીમાં ભાજપા કયારેય જીત નોંધાવી શકયું નહોતું.

મુસાફિરખાનામાં અપક્ષ ઉમેદવારની જીત
પ્રતિષ્ઠાની સીટ કહેવાતી અયોધ્યામાં પણ ભાજપાના ઋષિકેશ ઉપાધ્યાયની જીત થઇ છે. અયોધ્યામાં પહેલી વખત નગર નિગમની રચના થઇ છે. ત્યારે ભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી પોતાના સંસદીય મત વિસ્તારમાંથી જીતી શકયા નથી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે પ્રજામાં તેમણે સમર્થન મળી રહ્યું નથી. ગુજરાતમાં સ્મૃતિએ કહ્યું કે જે પોતાના ક્ષેત્રમાં જ જીતી શકતા નથી તે તે ગુજરાતમાં શું સપનું લઇને આવ્યા છે.

આપને જણાવી દઇએ કે ભાજપા 2014ની લોકસભા ચૂંટણીના સમયે જ અમેઠીમાં પોતાને મજબૂત કરવાની કોશિષમાં લાગી છે. આ રણનીતિ અંતર્ગત તેણે રાહુલ ગાંધીના મુકાબલામાં કદાવર ઉમેદવાર સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતાર્યા હતા. વિધાનસભા ચૂંટણી દરમ્યાન પણ અમેઠીની 4માંથી 3 સીટો ભાજપાએ જીતી લીધી હતી.

આ બધાની વચ્ચે અયોધ્યા નગર નિગમમાં ભાજપાના ઋષિકેશ ઉપાધ્યાય જીતી ચૂકયા છે. ગાઝિયાબાદમાં ભાજપાની મેયર આશા શર્મા બસપા કેન્ડિડેટની સરખામણીમાં 87000 વોટથી આગળ ચાલી રહ્યા છે. પ્રદેશના કુલ 16 નગર નિગમોમાં ભાજપા 14 પર આગળ છે. 22, 26, અને 29 સપ્ટેમ્બરના રોજ ત્રણ તબક્કામાં રાજ્યની 16 કોર્પોરેશન, 198 નગરપાલિકા અને 438 ગ્રામપંચાયતો માટે મતદાન થયું હતું.