વડોદરાનાં યુવાને સમગ્ર શહેરમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ લગાવ્યા હોર્ડિંગ્સ

0
87

પાટીદાર નેતા હાર્દિક પટેલના વિરોધમાં વડોદરામાં હોર્ડિગ્સ લગાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ હોર્ડિંગ્સ એક પાટીદાર યુવાને જ લગાવ્યા છે. જેનું નામ શ્રેય પટેલ છે. આ પાટીદાર યુવાને હાર્દિક પટેલના વિરોધમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં પાટીદાર નેતા વિરૂદ્ધ હોર્ડિંગ્સ લગાવ્યા છે.

શ્રેય પટેલે વડોદરાનાં ચકલી સર્કલ, ડેરીડેન સર્કલ, વાસણા સર્કલ અને વુડા સર્કલ ખાતે હાર્દિક પટેલ વિરૂદ્ધ હોર્ડિગ્સ લગાવ્યા છે. જેમાં તેને પાટીદાર યુવાનોની મોત માટે પાસ કન્વીનરને જવાબદાર ગણાવ્યો છે. શ્રેય પટેલે આ પોસ્ટરોમાં પાસ સમિતિની આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સરખામણી પણ કરી છે. સમગ્ર શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં હોર્ડિંગ્સ લગાવવા બાબતે શ્રેય પટેલે કહ્યું કે, હાર્દિક પટેલ સમાજમા જાતિવાદ ઝેર ફેલાવી રહ્યો છે જેને રોકવું ખૂબ જ જરૂરી છે.

શ્રેય પટેલ એ જ યુવાન છે જેને ચૂંટણી સમયે વડોદરામાં હાર્દિક પટેલની સભામાં સ્ટેજ પર ચડી વિરોધ કર્યો હતો.