સુપરસ્ટાર રજનીકાંતની રાજનીતિમાં એન્ટ્રી, તમિલનાડુની વિધાનસભા ચૂંટણી લડશે

0
27

ચેન્નઇઃ તમિલ સુપરસ્ટાર રજનીકાંત રાજકારણમાં પ્રવેશ કરવા હોવાની તમામ અટકળો પર વિરામ લાગી ગયું છે. રજનીકાંતે ચૂંટણી લડવાની આજે જાહેરાત કરી હતી. રજનીકાંતે પોતે અલગ રાજકીટ પાર્ટી બનાવશે અને ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રજનીકાંત 26 ડિસેમ્બરથી ચેન્નઇના રાઘવેન્દ્રમ કલ્યાણ મંડપમાં પોતાના પ્રશંસકો સાથે મુલાકાત કરી રહ્યા છે.

પ્રશંસકો સાથેની વાતચીતમાં રજનીકાંતે કહ્યું હતું કે, હું રાજકારણમાં આવીશ. આ આજની સૌથી મોટી જરૂરત છે. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ પાતાની રાજકીય પાર્ટી બનાવશે. તેમણે જાહેરાત કરી કે તેઓ રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે.

રજનીકાંતે કહ્યું કે, હું નામ, પૈસા અને પ્રતિષ્ઠા માટે રાજનીતિમાં આવી રહ્યો નથી. તમિલનાડુની રાજનીતિમાં બદલાવનો સમય આવી ગયો છે. આપણે વ્યવસ્થા બદલવી પડશે. રજનીકાંતે કહ્યું કે, મને રાજકારણમાં આવવાથી ડર લાગતો નથી પણ મને મીડિયાથી ડર લાગે છે.

રજનીકાંતે કહ્યું કે, રાજનીતિના નામ પર નેતાઓ આપણા રૂપિયા લૂંટી રહ્યા છે અને હવે આ રાજનીતિને બદલવાની જરૂર છે. જ્યાં પણ સત્તાનો દુરુપયોગ થશે હું તેના વિરુદ્ધ લડીશ. આજે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર અને રાજનીતિમાં ફક્ત નાટક થઇ રહ્યા છે.