26જાન્યુ.એ આતંકી હુમલાનું હતું ષડયંત્ર, અક્ષરધામ હતું ટાર્ગેટ પર, 1આતંકી ફરાર

0
59

સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે ગણતંત્ર દિવસ પર દિલ્હીને ઘમરોળવાની આતંકીઓની કોશિશ નિષ્ફળ થઈ ગઈ છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના ઈનપુટના આધારે GRPએ મથુરા પાસે ભોપાલ શતાબ્દીમાંથી એક શંકાસ્પદ કાશ્મીરી આતંકીની ધરપકડ કરી છે.

પૂછપરછના આધારે માલૂમ પડ્યું છે કે, આ શખ્સની સાથે દિલ્હીમાં બે અન્ય શખ્સો પણ હતા, જેઓ ફરાર થઈ ગયા છે. આતંકીએ પોતાના ધમાકાના પ્લાનિંગની માહિતી પણ આપી હતી.

આતંકીઓના ટાર્ગેટ પર અક્ષરધામ મંદિર હતું
પોલીસ તપાસમાં આતંકીએ જણાવ્યું હતું કે, તે અને તેના સાથીઓ ગણતંત્ર દિવસ પર અક્ષરધામ મંદિર પર હુમલો કરવાનું ષડયંત્ર હતું. પકડાયા દરમ્યાન તેણે ભાગવાની કોશિશ કરી હતી અને પૂછપરછ દરમ્યાન તેણે કોઈ ધારદાર વસ્તુથી પોતાને લોહીલુહાણ પણ કર્યો હતો.

કઈ રીતે પકડાયો શંકાસ્પદ આતંકી
જીઆરપીએ એજન્સીના કહ્યા પ્રમાણે, આતંકીની ધરપકડ ભોપાલ શતાબ્દીમાં યાત્રા કરી રહ્યો હતો, ત્યારે થઈ હતી. રવિવારે સવારે 8.30 વાગ્યે ટ્રેન મથુરા પહોંચતા જ કોચ-3માંથી અનંતનાગ જિલ્લાના ગામ બિલગામનો રહેવાસી બિલાલ અહમદ વાની આતંકીને દબોચ્યો હતો. તેની પાસેથી તેનું પોતાનું અને એક મહિલાનું આધાર કાર્ડ ઝડપાયું હતું. જીઆરપી પોલીસ સ્ટેશનમાં બિલાનની આર્મી ઈન્ટેલિજન્સ, ઈન્ટેલિજન્સ બ્યૂરો, લોકલ ઈન્ટેલિજન્સ, એસપી સુરક્ષા સિદ્ધાર્થ વર્મા અને ATSએ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી.

કાશ્મીરી આતંકી વારંવાર નિવેદન બદલી રહ્યો છે
આતંકી પોતાનું નિવેદન વારંવાર બદલી રહ્યો છે. જો કે પહેલા તેણે ગણતંત્ર દિવસ હુમલો કરવાની માહિતી આપી હતી. તેણે પોતાના સાથીદારોને માસ્ટરમાઈન્ડ કહ્યા હતા. તે દિલ્હીમાં રહીને ડ્રાઈવિંગ કરતો હતો. તે ખોટી ટ્રેનમાં બેસવાના કારણે મથુરા પહોંચી ગયો હતો. હાલમાં કોઈ અજ્ઞાત સ્થળે તેની પૂછપરછ થઈ રહી છે.

દિલ્હીની હોટલમાંથી ભાગી નીકળ્યો હતો આતંકી
જીઆરપી જવાન જ્યારે ટ્રેનના કોચમાં તેની ધરપકડ કરવા ગયા ત્યારે પણ તેણે ભાગવાની કોશિશ કરી હતી. તેણે પોતાના બે સાથીઓ દિલ્હીમાં છૂપાયેલા હોવાની જાણકારી આપી હતી, પરંતુ નામ બતાવ્યા ન હતા. તેઓ દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારની એક હોટલમાં રહેતા હતા. ત્યાંથી બે અન્ય આતંકીઓ ફરાર થઈ ગયા છે. પકડાયેલ આતંકી હોટલમાંથી ભાગી ટ્રેનમાં નીકળી પડ્યો હતો.