અમદાવાદના મેયર-સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ તે આજે નક્કી થશે

0
66
AHMEDABAD MAYER CHAIRMEN
AHMEDABAD MAYER CHAIRMEN

અમદાવાદ: ગત તા.૧ સપ્ટેમ્બર, ૧૯પ૦એ શહેરના પ્રથમ મેયર તરીકે ચીનુભાઇ શેઠે જવાબદારી સંભાળી હતી. વર્તમાન મેયર ગૌતમ શાહ શહેરના ૪મા મેયર હોઇ તેમની જગ્યાએ ૪૧મા મેયરની આગામી તા.૧૪ જૂને મળનારા મ્યુનિસિપલ બોર્ડમાં ચૂંટણી યોજાશે આ વખતે રોટેશન મુજબ મહિલા મેયરની નિમણૂક થનાર છે. દરમ્યાનમાં આજે સાંજે મળનારી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં શહેરના ૪૧મા મેયરની પસંદગી બાબતે અંતિમ નિર્ણય થશે.

આમ તો પ્રથમ મહિલા મેયર તરીકે ભાવનાબહેન દવેએ ગત તા.૧ સપ્ટેમ્બર, ૧૯૯પથી ગત તા.૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૬ સુધી ફરજ બજાવી છે. ત્યારબાદ માલિનીબહેન અતિતે ગત તા.ર૦ સપ્ટે., ૧૯૯૯ થી ગત તા.૩૦ જૂન ર૦૦૦ સુધી અને છેલ્લે મીનાક્ષીબહેન પટેલે ગત તા.૩૦ એપ્રિલ ર૦૧૩થી તા.૧૪ ડિસેમ્બર, ર૦૧પ સુધી મેયરપદ શોભાવ્યું હતું.
હવે શહેરને પાંચમા મહિલા મેયર મળવાના હોઇ આ ગૌરવભર્યા પદ માટે મ્યુનિ. ભાજપમાં નંદિનીબહેન પંડ્યા, નિશાબહેન ઝા, બીજલબહેન પટેલ જેવા નામ ચર્ચાઇ રહ્યાં છે. પરંતુ આ નામ પૈકીનું એક નામ અથવા તો કોઇ આશ્ચર્યજનક નામની પસંદગી આજે સાંજે મળનારી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં થશે.

જાણકાર સૂત્રો કહે છે કે, આજની બેઠકમાં કોર્પોરેશન ઉપરાંત રાજ્યની અન્ય કોર્પોરેશન તેમજ નગરપાલિકાના મેયર સહિતના ઉચ્ચ હોદ્દેદારોની પણ પસંદગી થનાર છે. આમાં અમદાવાદ કોર્પોરેશન સૌથી મહત્વપૂર્ણ હોઇ તમામની મિટ આજની બેઠક પર મંડાઇ છે.

આજની આ બેઠકમાં મ્યુનિ. ભાજપના સંગઠનના પ્રભારી, પ્રભારી પ્રધાન ઉપરાંત હાલના મેયર ગૌતમ શાહ પણ હાજર રહેશે. ડેપ્યુટી મેયર બનવા માટે પણ મ્યુનિસિપલ ભાજપમાં ભારે હુસાંતુંસી ભર્યો માહોલ છે. આજની બેઠકમાં શહેરના નવા ડેપ્યુટી મેયર અંગે પણ આખરી મહોર મરાશે. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં કરોડોનાં કામો સાથે સંકળાયેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી પણ આજની બેઠકમાં થશે. જોકે તમામ પત્તા તો તા.૧૪મી જૂને મળનારા જનરલ બોર્ડમાં ખૂલશે.