અમિત શાહનો ફેરો માથે પડ્યો ? શિવસેનાની જાહેરાત એકલા હાથે લડશે ચૂંટણી

0
69
amitshah-uddhav thakare
amitshah-uddhav thakare

અગાઉ થયેલા પ્રસ્તાવમાં કોઈ ફેરફાર નહીઃ સંજય રાઉત

બુધવારે સંપર્ક અભિયાનના ભાગરૃપે ભલે ભાજપ પ્રમુખ અમિત શાહ એનડીએના સાથી પક્ષ શિવસેનાને જોડે રાખવા માટે ઉધ્ધવ ઠાકરેન મળવા ગયા હોય પણ તેનાથી શિવસેના પીગળી હોય તેમ લાગતુ નથી.

શિવસેના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે આજે કહ્યું હતું કે શિવસેના એકલા હાથે જ આગામી ચૂંટણી લડશે.શિવસેનાની રાષ્ટ્રિય કાર્યકારિણીમાં આ અંગે પહેલેથી જ પ્રસ્તાવ પસાર થઈ ચુક્યો છે અને તેમાં કોઈ ફેરફાર નહી થાય.

રાઉતે કહ્યું હતું કે બુધવારે બંને નેતાઓ વચ્ચે બે કલાક સુધી ઘણા બધા મુદ્દાઓ પર સારી ચર્ચા થઈ છે,અમિત શાહે ફરી મળવા આવવાની વાત કરી છે.અમે અમિત શાહનો એજન્ડા સારી રીતે જાણીએ છે.

આજે શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે પાલઘરમાં એક રેલીને સંબોધન કરવાના છે.જેમાં તેઓ બંને નેતાઓ વચ્ચે બેઠકમાં શું ચર્ચા થઈ તે જાહેર કરે તેવી પણ અટકળો છે.

એવુ મનાઈ રહ્યુ છે કે અમિત શાહે શિવસેનાને મનાવવા માટે મહારાષ્ટ્ર સરકાર તેમજ કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં શિવસેનાને વધારે મહત્વ આપવાની પણ ઓફર કરી છે.

નોંધ : અહીં ઉલ્લેખનીય છે કે શ્રી અમિત શાહ માધુરી દીક્ષિત અને રતન  ટાટા ને પણ મળ્યા હતા.