ભૈયુજી મહારાજે કેમ કરી આત્મહત્યા, સુસાઇટ નોટમાં કારણ જણાવ્યું

0
35
BHAIYUJI MAHARAJ SUBSIDE
BHAIYUJI MAHARAJ SUBSIDE

મધ્યપ્રદેશના સંત ભૈયુજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. જાણકારી મળી રહી છે તેના અનુસાર સંત ભૈયુજી મહારાજે પોતાની લાઇસન્સ પિસ્તોલ ઘ્વારા પોતાને ગોળી મારી છે. તેમની આત્મહત્યા કરવા પર ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે કે આખરે તેમને આવું કેમ કર્યું? આ બધા વચ્ચે ભૈયુજી મહારાજે લખેલી એક સુસાઇટ નોટ મળી આવી છે. એક પેજની સુસાઇટ નોટમાં તેમને લખ્યું છે કે હું જીવનના તણાવ થી પરેશાન થઇ ચુક્યો છું મારી મૌત માટે કોઈ પણ જવાબદાર નથી.

ભૈયુજી મહારાજે કેમ કરી આત્મહત્યા
ભૈયુજી મહારાજે લખી સુસાઇટ નોટ

ભૈયુજી મહારાજે સુસાઇટ નોટમાં લખ્યું કે પરિવારની જવાબદારી સંભાળવા માટે ત્યાં કોઈનું હોવું જરૂરી છે. હું આ બધા કારણોને કારણે તણાવથી પસાર થઇ રહ્યો છું. સંત ભૈયુજી મહારાજે પોતાની લાઇસન્સ પિસ્તોલ ઘ્વારા પોતાને ગોળી મારી છે. પોલીસે તેમની સુસાઇટ નોટ અને સુસાઇટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી પિસ્તોલ કબ્જે કરી છે. સુસાઇટ નોટમાં તેમને માનસિક તણાવ વિશે વાત કરી છે. પરંતુ હજુ સુધી તેમના માનસિંક તણાવનું કારણ જાણવા મળ્યું નથી.

ભૈયુજી મહારાજે કેમ કરી આત્મહત્યા
હું આ જીવનના તણાવથી પરેશાન થઇ ચુક્યો છું

જે સમયે ભૈયુજી મહારાજે આ પગલું ભર્યું ત્યારે તેમની માતા અને પત્ની ઘરમાં હાજર હતા. આખરે તેમને આવું પગલું કેમ ભર્યું તેના વિશે કોઈ નથી જાણતું. આપણે જણાવી દઈએ કે સંત ભૈયુજી મહારાજને શિવરાજ સરકારમાં મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સંત ભૈયુજી મહારાજ 5 સંતોમાં શામિલ છે જેમને શિવરાજ સરકારે મંત્રીનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભૈયુજી મહારાજે સરકારના આ નિર્ણયને સ્વીકાર કર્યો ના હતો.

ભૈયુજી મહારાજે કેમ કરી આત્મહત્યા
મારી મૌત માટે કોઈ જવાબદાર નહીં

ભૈયુજી મહારાજ ની ઓળખ રાજનૈતિક રીતે પાવરફુલ સંતોમાં થતી હતી આપણે જણાવી દઈએ કે સંત ભૈયુજી મહારાજનું વાસ્તવિક નામ ઉદય સિંહ દેશમુખ છે. ભૈયુજી મહારાજના પિતા મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચુક્યા છે. સંત ભૈયુજી મહારાજે આંદોલન દરમિયાન ભૂખ હડતાલ પર બેઠેલા અન્ના હજારેને મનાવવા માટે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

source: oneindia.com