સુરતઃ હાર્દિક પટેલની ચિંતન શિબિરને લઈને વિજય માંગુકિયાએ કર્યા આક્ષેપ

0
37

હાર્દિક પટેલ જલસા કરી રહ્યો છે. હવે પાટીદારો જાગી ગયા છે. હાર્દિક પટેલ પાટીદારોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે

સુરતઃ બોટાદ ખાતે આવતીકાલે(શનિવાર) હાર્દિક પટેલ દ્વારા રાજ્યભરના તાલુકા-જિલ્લા કન્વીનર, સહ કન્વીનર, સમાજના આગેવાનો અને સોશિયલ આર્મી સમાજના પાસ સાથે જોડાયેલા અગ્રણીઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, અગાઉ પાસે સાથે જોડાયેલા વિજય માંગુકિયાએ વિરોધ નોંધાવ્યો છે. અને પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ જલસા કરી રહ્યો છે. હવે પાટીદારો જાગી ગયા છે. હાર્દિક પટેલ પાટીદારોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે.

કેશુબાપાને હાર્દિક વારંવાર બદનામ કરી રહ્યો છેઃ વિજય માંગુકિયા

વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, હાર્દિકથી ચેતીને રહેજો. આવનાર દિવસેમાં કોંગ્રેસ તરફી વાતાવરણ ઉભું કરીને વિકાસ અને સમાજહિતના કામમાં રોડા નાખવાનું કામ કરશે. હાર્દિક મન્નતમાં જલસા કરતો હતો. જે પાટીદાર અગ્રણીઓ જાણવા હોવા છતા કાર્યવાહી કરી ન હતી. મેં જ્યારે વિરોધ કર્યો ત્યારે મારા પર હુમલો પણ કરાવ્યો હતો. કેશુબાપા અંગે જણાવ્યું હતું કે, કેશુબાપાને હાર્દિક વારંવાર બદનામ કરી રહ્યો છે. હાર્દિક માધવસિંહ સોલંકી અને ભરતસિંહ સોલંકીની લાઈન પર ચાલી રહ્યો છે. જ્યારે ભાજપની વિચારધારા સાથે ચાલી રહ્યો હોવાનું વિજય માંગુકિયાએ વધુમાં જણાવ્યું હતું.