જિયોને ટક્કર આપવા માટે Airtel લાવ્યું આ નવો પ્લાન

0
36
jio airtel new plan
jio airtel new plan

દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની Airtel એ એક વખત ફરી પોતાના ૧૪૯ રૂપિયા વાળા પ્લાનમાં ફેરફાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, કંપનીએ ફેરફાર રિલાયન્સ જિયોના ૧૪૯ રૂપિયા વાળા પ્લાનને ટક્કર આપવા માટે કર્યો છે. આ પ્લાનમાં હવે યુઝર્સને ૫૬ જીબી ૩જી-૪જી ડેટા આપવામાં આવશે. તેની સાથે જ ૨૮ દિવસની વેલીડીટીમાં પ્રતિદિવસ ૧૦૦ એસએમએસ અને અનલિમિટેડ વોયસ કોલની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

તેમ છતાં કંપનીનો આ પ્લાન અમુક મનપસંદ સર્કલોમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એરટેલના પ્રીપેડ યુઝર્સ ૧૪૯ રૂપિયા વાળા નવા પ્લાનની ઉપલબ્ધતા માય એરટેલ એપ્પ અથવા એરટેલ વેબસાઈટ પર જઈને જોઈ શકો છો. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જલ્દી જ બધા જ સર્કલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, પહેલા કંપનીના ૧૪૯ રૂપિયા વાળા પ્લાનમાં માત્ર ૧ જીબી ડેટા, ૧૦૦ એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો ઓફર આપવામાં આવતી હતી.

જિયોનો ૧૪૯ રૂપિયા વાળો પ્લાન :

માનવમાં આવી રહ્યું છે કે, એરટેલના આ બદલાયેલ પ્લાન મુકાબલો જિયોના ૧૪૯ રૂપિયા વાળા પ્લાનથી થશે. જિયોના આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ૧.૫ જીબી ડેટા આપવામાં આવશે. તેની સાથે યુઝર્સને પ્રતિદિવસ ૧૦૦ એસએમએસ અને અનલિમિટેડ વોયસ કોલિંગની પણ સુવિધા મળે છે. આ પ્લાનની વેલીડીટી પણ ૨૮ દિવસની છે.