Live: હું અહીં દેશ અને દેશભક્તિને સમજવા માટે આવ્યો છું: પ્રણવ મુખર્જી

0
45
Pranab
Pranab

આજે આખા દેશની નજર નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના હેડક્વાર્ટર પર છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાંજે લગભગ 6.30 વાગ્યે આરએસએસના તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહને સંબોધિત કરશે.

આ દરમ્યાન અંદાજે 700 સ્વયંસેવક અહીં હાજર રહેશે. પૂર્વ રાષ્ટ્રપતિ અહીં અંદાજે 20 મિનિટ સુધી પોતાનું સંબોધન આપશે. પ્રણવ દાના ભાષણની ઘડી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કૉંગ્રેસના ધબકારા વધી રહ્યા છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહેશે. આ કાર્યક્રમના તમામ અપડેટ્સ જુઓ લાઇવ

આજે આખા દેશની નજર નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના હેડક્વાર્ટર પર છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આરએસએસના તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહને સંબોધિત કરી રહ્યા છે. અંદાજે 700 સ્વયંસેવક અહીં હાજર છે. પૂર્વ રાષ્ટ્રપતિ સુધી પોતાનું સંબોધન આપી રહ્યા છે. આ કાર્યક્રમના તમામ અપડેટ્સ જુઓ લાઇવ

 • પ્રણવ મુખર્જીનું સંબોધન
 • જનતાની ખુશીમાં રાજાની ખુશી હોવી જોઇએ: પ્રણવ મુખર્જી
 • આટલી વિવિધતા છતાંય ભારતીયતા જ આપણી ઓળખ. વાતચીતથી જ વિભિન્ન વિચારધારાના લોકોની સમસ્યાઓનું સમાધાન. દરેક પ્રકારની હિંસાથી આપણા સમાજને બચાવાની જરૂર, પછી તે મૌખિક હોય કે શારીરિક: પ્રણવ મુખર્જી
 • રાષ્ટ્રવાદ કોઇ ભાષા, રંગ, ધર્મ, જાતિ વગેરેથી પ્રભાવિત થતા નથી: પ્રણવ મુખર્જી
 • બાળ ગંગાધર તિલક એ ‘સ્વરાજ આપણો જન્મસિદ્ધ અધિકાર છે’નું સૂત્ર આપ્યું: પ્રણવ મુખર્જી
 • 5000 જૂની આપણી સભ્યતાને કોઇ પણ વિદેશી આક્રમણકારી અને શાસક ખત્મ કરી શકયા નહીં.
 • કેટલાંય લોકોએ સેંકડો વર્ષો સુધી ભારત પર શાસન કર્યું, પછી મુસ્લિમ આક્રમણકારીઓએ ભારત પર શાસન કર્યું. બાદમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી: પ્રણવ મુખર્જી
 • ભારત યુરોપ અને બીજી દુનિયાથી પહેલાં જ એક દેશ હતો. અસહિષ્ણુતાથી આપણા દેશની છબી ધૂંધળી થઇ છે: પ્રણવ મુખર્જી
 • દેશભક્તિમાં દેશના તમામ લોકોનું યોગદાન છે. દેશના પ્રત્યે નિષ્ઠા જ દેશભક્તિ છે: પ્રણવ મુખર્જી
 • હું દેશ અને દેશભક્તિ સમજવા આવ્યો છું. હું ભારત અંગે વાત કરવા આવ્યો છું. હિન્દુસ્તાન એક સ્વતંત્ર સમાજ છે.  ભારતના દરવાજા બધા માટે ખુલ્લા છે.
  બધાએ કહ્યું કે હિન્દુ એક ઉદાર ધર્મ છે. દુનિયાનું સૌથી પહેલું રાજ્ય ભારત છે. ભારતીય રાષ્ટ્રવાદમાં એક વૈશ્વિક ભાવના રહી છે. આપણે વિવિધતાનું સમ્માન કરીએ છીએ: પ્રણવ મુખર્જી

  • અમે બધાના પ્રત્યે સદભાવના રાખીને પથ પર આગળ વધી રહ્યા છીએ: મોહન ભાગવત
  • સંઘમાં કોઇને અપેક્ષા રાખવાનું શિખવાડાતું નથી, અનેક વિચારોના મહાપુરુષ અમારા કાર્યક્રમોમાં આવતા રહ્યા છે: મોહન ભાગવત

 • RSS લોકતાંત્રિક વિચારોવાળું સંગઠન છે: મોહન ભાગવત
 • સંઘનું કામ લોકોને જોડવાનું, દેશમાં કોઇ દુશ્મન નથી, બધાની માતા ભારત માતા છે: મોહન ભાગવત
 • અમે તમામને એક થઇને દેશની સેવા કરવી પડશે, બીજાની વિવિધતાને સ્વીકાર કરીને તેને સમ્માન આપતા એકતા જરૂરી, ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ આપણા, તેમાં કોઇ વિવાદ નથી: મોહન ભાગવત
 • પ્રણવ મુખર્જીને કેવી રીતે અને કેમ બોલાવ્યા, આ ચર્ચા બેકાર: મોહન ભાગવત
 • દર વર્ષે થાય છે આ કાર્યક્રમ, પરંતુ આ વખતે ચર્ચા કંઇક વધુ: મોહન ભાગવત
 • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પોતાનો સમય આપવા માટે ધન્યવાદ: મોહન ભાગવત
 • નાગપુરમાં RSSના કાર્યક્રમમાં બોલી રહ્યા છે સંઘ પ્રમુખ મોહન ભાગવત
 • નાગપુરમાં આરએસએસના કાર્યક્રમમાં મોહન ભાગવતે બુકે આપી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું કર્યું સ્વાગત
 • હજુ કાર્યક્રમ સ્થળ પર અતિથિઓનું પરિચય કરાવી રહ્યા છે
 • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પોતાના કાર્યક્રમમાં સામેલ થવાનું RSSએ ગણાવ્યું વિચારોનું આદાન-પ્રદાન. વિચારોનું આદાન-પ્રદાન કરવાની ભારતની જૂની પરંપરા છે. સતત સંવાદ ભારતની જીવનશૈલી છે. સંઘ અને પ્રણવ દા એકબીજાના…
 • નાગપુરમાં કાર્યક્રમ સ્થળ પર ફરકાવાયો RSSનો ધ્વજ

 • નાગપુરમાં કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા પ્રણવ મુખર્જી
 • RSS સંસ્થાપક કે.બી.હેડગોવરના જન્મસ્થળ પર પહોંચેલ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ વિઝિટર બુક પર લખ્યું, ‘આજે હું અહીં ભારત માતાના એક મહાન સપૂતના પ્રત્યે મારું સમ્માન વ્યક્ત કરવા અને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું’

 • પ્રણવ મુખર્જીએ હેડગોવરને ગણાવ્યા મા ભારતીના મહાન સપૂત, આપી શ્રદ્ધાંજલિ
 • સંઘ મુખ્યાલયમાં 4 કલાક રહેશે પ્રણવ મુખર્જી, મોહન ભાગવત સંઘ કરી શકે છે ડિનર
 • જુઓ નાગપુરમાં હેડગોવરના જન્મસ્થળ પર વાતચીત કરતાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને આરએસએસના ચીફ મોહન ભાગવત
 • નાગપુર: હેડગેવાર ભવન પહોંચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સરસંઘચાલક મોહન ભાગવતે કર્યું સ્વાગત
 • શર્મિષ્ઠાએ પોતાના ભાજપમાં સામેલ થવાની અફવાઓ અને પ્રણવના નાગપુર જવા પર ટ્વીટ કરી કહ્યું કે નાગપુર જઇ તમે ભાજપ અને આરએસએસને
 • આજે નકલી સ્ટોરી પ્લાન્ટ કરવા અને અફવાઓ ફેલાવાની ખુલી છૂટ આપવા જઇ રહ્યા છો અને કયાંકને કયાંક તેના પર વિશ્વાસ પણ કરાશે અને આ તો માત્ર શરૂઆત છે. તેમણે કહ્યું તમારું ભાષણ તો ભૂલાઈ જશે. બસ તસવીરો યાદ રહેશે અને તેમના નકલી નિવદનોની સાથે ફેલાવાશે.
 • પ્રણવ મુખર્જીના નાગપુર પહોંચતા જ દીકરી સહિત કૉંગ્રેસના સિનિયર લીડર અહેમદ પટેલે તેમને સલાહ આપી