PM મોદીએ કર્યા મા અંબાજીના દર્શન, મોદીની એક ઝલક માટે ઉમટ્યા લોકો

0
92

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બીજા તબક્કાના મતદાનનો પ્રચાર પૂરજોરમાં ચાલી રહ્યો છે, ત્યારે દેશભરમાં ગુજરાતમાં પ્રથમ વખત PM મોદી SEA-પ્લેન મારફતે સાબરમતી રિવરફ્રન્ટના સરદારબ્રીજ ખાતેથી રવાના થઈ ધરોઈ ડેમ ખાતે લેન્ડિગ કર્યું હતું અને ત્યાંથી રોડ માર્ગે અંબાજી પહોંચ્યા હતા. અંબાજી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મા અંબાજીના દર્શન કર્યા હતા.
પ્રધાનમંત્રી અંબાજી માતાજીના દર્શન કર્યા પછી ધરોઈ ડેમ ખાતેથી ‘સી પ્લેન’માં બેસીને અમદાવાદ પરત ફરશે. 2.30 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ સરદાર બ્રીજ ખાતે પરત આવશે. આ સંપૂર્ણ યાત્રા દરમિયાન લોકો દ્વારા ઠેર-ઠેર PMનો સ્વાગત કરવામાં આવશે. આ ક્રાંતિકારી પગલાંથી ભવિષ્યમાં ગુજરાત ટૂરીઝમની દુનિયા ઘણા બધા લાભ થશે. ગઈકાલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સભાને સંબોધતા પીએમ મોદીએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે એટલે કે મંગળવારે તારીખ 12 ડિસેમ્બરે સવારે 9.30 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન ઉતરશે.
રિવરફ્રન્ટ પર પીએમ મોદીનું વ્યક્તવ્ય પુરું થયું એ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીના આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, 12 તારીખે વડાપ્રધાનના રોડ શોને પરમીશન ન મળી એટલે કાલે વડાપ્રધાન ગુજરાતની જાણીતી શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા જશે, પરંતુ એક નવી રીતે જશે.