સરઢવ ગામના રહિશો પોતે મુશ્કેલીમાં પણ બનાસકાંઠા મોકલવા સુખડી અને સેવ ના પેકેટ તૈયાર કરી રવાના કર્યા

0
880

ગાંધીનગર : ગુજરાત પર આવેલી આફતમાં કુદરત સામે ઝઝૂમનાર ગુજરાતી પ્રજામાં એક એવો દાખલો જોવા મળ્યો છે કે, ગાંધીનગર તાલુકાના સરઢવ ગામમાં પણ પારાવાર પાણી ભરાયું છે ગામની પ્રજા પોતે મુશ્કેલીમાં છે પરંતુ ગામની ખમીરવંતી પ્રજા એ એક ખમીરવંતુ ઉદાહરણ પૂરું પડ્યું છે.. હાલ બનાશકાંઠા ખાતે થયેલ તારાજીને ધ્યાનમાં રાખીને પોતાની મુશ્કેલી ભૂલી આ ગામના સરપંચ તથા ગામના અગ્રણીઓ સાથે સાથે ગામની સામાજિક,ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ એ સાથે મળીને લગભગ ૭૦૦૦ જેવા ફૂડ પેકેટ્સ ગામમાં જાતે બનાવી બનાશકાંઠા ખાતે રવાના કર્યા છે..ધન્યવાદ

 

મુશ્કેલીમાં સરઢવ : જુઓ વિડીઓ 

ફૂડ પેકેટની તૈયારી .. એકતાના અને માણસાઈના દર્શન 

હરીશ પટેલ : ગાંધીનગર