શંકરસિંહે સાફ કહ્યું કે ર૧મીએ કોંગ્રેસને મારી અલવીદા

0
116
Shankarsinh congress

ર૧મીની ”ડેડલાઇન” માટે ટોચના કોંગી નેતાઓએ વિનંતી કરી પરંતુ બાપુ અડગ રહ્યાઃ ભાજપની કંઠી નહી જ બાંધુઃ તમારી લાગણી બદલ આભાર પરંતુ મારો નિર્ણય ફાઇનલ

ઘણા લાંબા સમયથી કોંગ્રેસના ઘરમાં લબકારા મારતી નારાજગીની જવાળા આજે જવાલામુખી બની હતી અને નારાજ શંકરસિંહ વાઘેલાએ ર૧ મીએ સમ-સંવેદના સંમેલનમાં નિવૃતી સહીતની જાહેરાત કરવાનો નિર્ણય લેતા પ્રદેશ કોંગ્રેસની કોર-કમીટીના સભ્યો બપોરે ૩ાા વાગ્યે બાપુને મળવા વસંત વગડે દોડી ગયા હતા. અને બાપુને અચ્છો-અચ્છોવાના કર્યા હતા પરંતુ મક્કમ બાપુએ પોતાનો નિર્ણય અડગ હોવાનું અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી રાજકીય નિવૃતી લેશે તેમ કહી ઉમેર્યુ હતું કે તેઓ ભાજપની કંઠી નહી બાંધે.

   શંકરસિંહ બાપુ જન્મદિવસે રાજકીય નિવૃતી લઇ કોંગ્રેસને અલવીદા કરશે તે અંગેના સ્પષ્ટ અહેવાલો અકિલાએ ગઇકાલે જ પ્રસિધ્ધ કરી દીધા હતા અને આજે તેને સંપુર્ણ સમર્થન પણ મળ્યું હતુ અને બાપુએ બપોરના બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં ર૧ મીએ તે સમ-સંવેદના સંમેલન બોલાવશે અને જનતા જોગ સંદેશો પાઠવશે તેવંુ જાહેર  કરતા જ પ્રદેશ કોંગ્રેસ ઉપર રાજકીય વિજળી ત્રાટકી હતી અને કોર કમીટીના ટોચના સભ્યો બાપુને રૂબરૂ મળી મનાવવા દોડયા હતા.

   કોર કમીટીના સભ્યએ સતાવાર રીતે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અર્જુનભાઇ મોઢવાડીયાસિધ્ધાર્થભાઇ પટેલશકિતસિંહજી ગોહીલરાજુભાઇ પરમારનારણ રાઠવાજગદીશભાઇ ઠાકોરકુંવરજીભાઇ બાવળીયાતુષાર ચૌધરીપ્રભાબેન તાવીયાડવી.વી.રબારી વિગેરે બાપુને મળવા તેમના નિવાસસ્થાન વસંત બગડાએ બપોરના ગયા હતા.

   તેમના જણાવ્યા મુજબ કોર-કમીટીના સભ્યોએ બાપુને જણાવ્યું હતું કે બાપુ જનતા ઇચ્છી રહી છે કે ભાજપને જાકારો આપો ત્યારે આપ નિવૃતી ન લ્યોઅમો બધા જાહેરમાં કહીશું કે અમો બધા બાપુના નેતૃત્વમાં ચુંટણી લડીશું. આપ નિવૃતિનો નિર્ણય ન લ્યો અને ર૧મીની ડેડલાઇન પણ  કાઢી નાખો.

   કોર કમીટીના સભ્યોએ બાપુને એવુ પણ  સ્પષ્ટ કહ્યું હતું કેબાપુ આપના પ્રશ્નોમાં અમો આપની સાથે છીએ પરંતુ સમ-સંવેદના સંમેલનમાં અમે કોઇ ત્યાં આવી શકીશું નહી.

   કોર કમીટીના સભ્યોના મત મુજબ બધાની લાગણીથી બાપુ પણ ગદ્ગદ્ીત થઇ ગયા હતા અને રપ થી ૩૦ ટકા ઢીલા થયા હતા અને કહ્યું હતુ કે આપે લાગણી બતાવીએ વાત દિલ્હી કરીશ તમારી લાગણીની કદર કરૂ છું.

   જો કે બાપુએ કોર-કમીટીના સભ્યોની મુલકાત વેળાએ જ સ્પષ્ટ કહ્યું હતું કે હું ર૧મીએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી જ દઇશપરંતુ ભાજપની કંઠી નહી બાંધુ એ પણ ચોકકસ વાત છ.ે

   બાપુએ પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યા બાદ કોર-કમીટીના સભ્યો પરત પ્રદેશ કોંગ્રેસ કાર્યલય પર ગયા હતા જયા સિધ્ધાર્થભાઇ પટેલે અખબારી મિત્રોને કહ્યું હતું કે અમે બાપુને નિવૃતી ન લેવા વિનંતી કરી છે.

   પ્રદેશ કાર્યાલયે કોર -કમીટીના મિત્રોએ બાપુને મળીને આવ્યા બાદ એક મીટીંગમાં વિસ્તૃત ચર્ચા પણ કર્યાનું મનાય છે.

   કોંગી છાવણીમાં જાણે રાજકીય બોંબ ફુટયો હોય તેવો માહોલ છે સૌ હવે શું કરવું તેની ચર્ચામાં ગૂથાયા છે.