US: ઠંડીના કારણે 11નાં મોત, મંગળ ગ્રહથી પણ નીચું જઈ શકે છે તાપમાન

0
62

અમેરિકામાં આગામી 24થી 48 કલાકમાં સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા, બોમ્બ સાઈક્લોનની વોર્નિંગ અપાઈ.

અમેરિકાના વિવિધ ભાગમાં અતિશય ઠંડી અને સ્નોફોલના કારણે 11 લોકોના મોત થયા છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા પ્રમાણે આગામી થોડા દિવસમાં વાતાવરણ વધારે ખરાબ થાય તેવી શક્યતા છે. અહીં બોમ્બ સાઈક્લોન (બરફના વાવાઝોડાની) વોર્નિંગ આપવામાં આવી છે. એક એક્સપર્ટે મીડિયાને જણાવ્યું છે કે, અમેરિકાના અમુક ભાગમાં તાપમાન મંગળ ગ્રહ (માર્સ) કરતા પણ નીચું જઈ શકે છે. અમુક રાજ્યોમાં ઈમરજન્સી ડિક્લેર કરવામાં આવી છે.

તળાવ અને ફુવારા જામી ગયા

– જોર્જિયા અને કેલિફોર્નિયાના અમુક હિસ્સામાં ઠંડી અને સ્નોફોલની અસર વધારે જોવા મળી રહી છે. અહીં સ્થિતિ એટલે સુધી ખાબ છે કે, અમુક જગ્યાઓ પણ તળાવો અને ફુવારામાં પણ બરફ જામી ગયો છે.
– અમેરિકાના અલગ અલગ ભાગમાં ઠંડીના કારણે કુલ 11 લોકોનાં મોત થયા છે.

સ્થિતિ વધારે થશે ખરાબ

નેશનલ વેધર સર્વિસ (NWS)ના જણાવ્યા પ્રમાણે આગામી 24થી 48 કલાકમાં અહીંથી સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. અહીં બોમ્બ સાઈક્લોનની ધમકી આપવામાં આવી છે. એટલે કે બરફનું વાવાઝોડું અમેરિકાને ઘેરી શકે છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે- આ દરમિયાન ન્યૂ ઈંગ્લેન્ડ સહિત દેશના અમુક વિભાગમાં 6થી 12 ઈંચ સુધી બરફ પડી શકે છે. 64થી 96 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઠંડો પવન ફૂંકાઈ શકે છે.
– ફોરકાસ્ટના જણાવ્યા પ્રમાણે, અમેરિકાના સાઉથ અને નોર્થ- ઈસ્ટમાં રોડથી મુસાફરી કરવી મુશ્કેલ રહેશે. તેથી શક્ય હોય ત્યાં સુધી લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

મંગળ ગ્રહથી પણ નીચું થઈ જશે તાપમાન

– ન્યૂ હેંપશાયરની માઉંટ વોશિંગ્ટન ઓબ્ઝરવેટ્રીના વૈજ્ઞાનિક ટેલર રીગને મીડિયાને જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલાં માર્સનું તાપમાન માઈનસ 2 ડિગ્રી નોંધાયું હતું. આ સપ્તાહના અંતમાં નોર્થ ઈસ્ટ અમેરિકાના પણ અમુક ભાગમાં તાપમાન તેનાથી નીચે જઈ શકે છે. આમ, અમેરિકાનો નોર્થ બાગ માર્સ કરતા પણ વધારે ઠંડો થઈ જશે. આ ભાગમાં તાપમાન માઈનસ 35 ડિગ્રી કરતા પણ ઓછું થઈ જશે.
– બરફના વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ગુરુવારે 2700 ડોમેસ્ટિક ફ્લાઈટસ કેન્સલ કરી દેવામાં આવી છે. આ માહિતી Flightaware.com આપી છે.

ઠંડીના કારણે ક્યાં થયા લોકોના મોત

વિસ્કોન્સિનમાં પાંચ, ટેક્સાસમાં ચાર, નોર્થ ડકોટા અને મિસોરીમાં 2 લોકોના ઠંડીના કારણે જીવ ગયા છે.

એડ્વાઈઝરી રજૂ કરાઈ

– એડ્મિનિસ્ટ્રેશને એડ્વાઈઝરી રજૂ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, લોકો કામ વગર ઘરની બહાર જ ન નીકળે. ઈમરજન્સી લાઈટ અને અન્ય જરૂરી ગેઝેટ્સ ચાર્જ કરેલા રાખે, નાના બાળકો અને દર્દીઓને ખાસ ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ફ્લોરિડાનો વોટરપાર્ક પણ જામી ગયો છે. અમુક ઈમરજન્સી શેલ્ટર્સ પણ ખોલવામાં આવ્યા છે.

Source Divybhaskar