ગ્લોબલ પાટીદાર સમિટ 2018: પાટીદાર આંદોલન અંગે CMનો જવાબ

0
61

પાટીદારોને મનાવવા માટેના સરકારના પ્રયત્નો શરૂ થઇ ગયાં છે. 5 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018નું ઉદ્ઘાટન કર્યું હતું. પાટીદારોના સામાજિક અને આર્થિક વિકાસ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે સીએમ રૂપાણીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનો ફાળો વખાણવા યોગ્ય છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં 10 હજાર પટેલ વેપારીઓએ હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુ વાઘાણી ઉપરાંત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ સમિટમાં હાજરી આપી હતી.

ગ્લોબલ પાટીદાર સમિટ 2018માં પહોંચેલા સીએમ વિજય રૂપાણીને જ્યારે પાટીદાર આંદોલન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, હું કોઇ આંદોલન અંગે વાત કરવા નથી માંગતો. વ્યથા નહીં, વ્યવસ્થા એ સાચો રસ્તો છે. એ વ્યવસ્થા માટે જ આ પ્રયત્ન થઇ રહ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 5થી 7 જાન્યુઆરી દરમિયાન આ બિઝનેસ સમિટનું આયોજન થયું હતું. 500થી વધુ વેપારી એકમો દ્વારા 50 હજારથી વધુ વસ્તુઓનું મેગા એક્ઝિબિઝન પણ અહીં યોજવામાં આવ્યું હતું. રવિવારે આ કાર્યક્રમની પૂર્ણાહતિ હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી. આ સાથે વર્ષ 2020ની પણ તૈયારી કરવામાં આવી હતી. વર્ષ 2020માં ગાંદીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ સમિટનું આયોજન થશે, જે માચે અત્યારથી જ મુખ્ય સ્પોન્સર્સે નામ નોંધાવી દીધા છે.

source: oneindia.com