નવા વર્ષનો ધમાકો, મુકેશ અંબાણી શરૂ કરી શકે છે આ બિઝનેસ

0
74

રિલાયન્સ જીઓના લોન્ચિંગ બાદ વર્ષ 2017 મુકેશ અંબાણી માટે ખૂબ સારુ રહ્યું છે. ભારતના અરબપતિઓની વાત કરીએ તો આ વર્ષમાં તેમની સંપતિમાં ખૂબ વધારો થયો છે. જીઓએ પણ વર્ષ 2017માં ઘણાં રેકોર્ડ બનાવ્યા છે. જેનાથી યુજર્સને સસ્તા ટેલિકોમ સર્વિસનો ફાયદો થયો છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં મુકેશ અંબાણી નવા વર્ષમાં નવો બિઝનેશ શરૂ કરી શકે છે. જે રીતે 2G/3Gથી આગળ વધીને યુજર્સને 4Gની ભેટ આપી છે. આ રીતે આ વખતે પણ નવી સર્વિસથી જોડાયેલો બિઝનેશ શરૂ કરી શકે છે.

હાલમાં આયોજીત રિલાયન્સ ઇંડસ્ટ્રી લિમિટેડની 40મી વર્ષગાંઠના દિવસે નવો બિઝનેશ શરૂ કરી શકે તેવો ઇશારો કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષમાં રિલાયન્સ ઇંડસ્ટ્રી ઓલા-ઉબર જેવી ટેક્સી એગ્રીગેટર સર્વિસ લોન્ચ કરી શકે છે. સાથે જ કંપની સ્ટાર્ટઅપ્સ તરફ પણ જઇ શકે છે. નવા વર્ષમાં કંપની તેની પેમેન્ટ બેંક પણ શરૂ કરી શકે છે. ગત દિવસો Jio પેમેન્ટ બેંકને ઓક્ટોબર 2017માં લોન્ચ કરવાની યોજના કરી હતી. પરંતુ ટેકનીકલ મુશ્કેલીઓને કારણે Jio પેમેન્ટ બેંક હવે 2018માં લોન્ચ કરવામાં આવી શકે છે. આ બેન્કના લોન્ચ થવાથી મોદી સરકારની કેશલેશ યોજનામાં વધારો થશે. રિલાયન્સ ઇંડસ્ટ્રી પેમેન્ટ બેંકને દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇની સાથે મળીને લોન્ચ કરશે. આરઆઇએલ અને એસબીઆઇ વચ્ચે તેના માટે જોઇન્ટ સંયુક્ત સાહસ બની ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવનાર વર્ષમાં ઓલા અને ઉબરની જેમ ટેક્સી સર્વિસ લોન્ચ કરી શકે છે. આ અંગે ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ કોઇ કારણોસર અટકળો આવી રહી છે. તેમજ નવીનીકરણીય ઉર્જાને લઇને આરઆઇએલની 40મી વર્ષગાંઠ દરમિયાન મુકેશ અંબાણીએ આરઆઇએલના કર્મચારીઓ સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે આગામી સદી ક્લિન એનર્જીની સદી હશે. એવામાં આરઆઇએલ નવા વર્ષમાં સોલર એનર્જીના ક્ષેત્રમાં પ્રવેશ કરવાની ઘોષણા કરી શકે છે.