પટાવાળાની નોકરી માટે CA, ઇજનેર અને વકીલ લાઇનમાં

0
59

Getty Images

‘સંદેશ’એ અંગ્રેજી અખબાર ‘ધ ટ્રિબ્યુન’ના એક અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે માત્ર 500 રૂપિયામાં જ આધાર કાર્ડનો ડૅટા વેંચાઈ રહ્યો છે.

અખબારનો દાવો છે કે આટલા રૂપિયામાં અત્યારસુધી બનાવાયેલા તમામ આધાર કાર્ડ્સની વિગત મેળવી શકાય છે.

જે બાદ કૉંગ્રેસ આક્રમક બનતાં યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટિ ઑફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)ને ‘ડિફેન્સ મૉડ’માં આવી જવું પડ્યું છે.

યુઆઇડીએઆઇએ સમાચારને ખોટા ગણાવી આધારના ડૅટા સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

  • ગુજરાતના જીરાનું શું છે સીરિયા કનેક્શન?
  • કોરેગાંવ ભીમા : આ સ્થળ વિશે આપ જાણો છો?
  • પાકિસ્તાને શા માટે જાહેર કર્યો જાધવનો વીડિયો?

આ દરમિયાન માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યચૂરીએ સવાલ કર્યો હતો કે ‘આ પાગલપન બંધ કરવા માટે હજુ વધુ કેટલા પુરાવાની જરૂર છે?’


Getty Images

‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક અહેવાલમાં જણાવાયું છે કે રાજસ્થાનના સચિવાલયમાં પટાવાળાની ચોથા વર્ગની જગ્યા માટે 18,010 લોકોએ અરજી કરી હતી.

જેમાંથી 12,453 લોકોએ ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા.

ઇન્ટરવ્યૂ આપનારાઓમાં 129 ઇજનેર, 23 વકીલ, એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને 393 પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોનો સમાવેશ થતો હતો.

  • અમેરિકાએ અટકાવી પાકિસ્તાનની લશ્કરી સહાય
  • એ જંગલ જ્યાં જઈને લોકો આત્મહત્યા કરે છે!

કુલ 18 જગ્યા માટે લેવાયેલા આ ઇન્ટરવ્યૂમાં જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તેમાં ભાજપના એક ધારાસભ્યનો પુત્ર છે.


Getty Images

‘ગુજરાત સમાચાર’ના અહેવાલ મુજબ 21 વર્ષ જૂના આત્મારામ પટેલ પર હુમલાના કેસમાં વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા સહિત 39 લોકો વિરુદ્ધ બિનજામીન અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે.

21 વર્ષ પહેલા અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલનું ધોતિયું કાઢી માર મારવામાં આવ્યો હતો.

જોકે, તોગડિયાએ આ મામલે કોઈ પણ સમન્સ ના મળ્યો હોવાનું જણાવ્યું છે.

  • શું ટ્રમ્પ પાસે ખરેખર પરમાણુ બટન છે?
  • યુરોપમાં એલેનોરના કારણે ભારે તારાજી

Getty Images

‘ગુજરાત સમાચાર’માં છપાયેલા એક સમાચાર અનુસાર રાંચીની સીબીઆઈની કૉર્ટને લાલુ પ્રસાદ યાદવની રમૂજીવૃત્તિનો પરચો મળ્યો હતો.

કૉર્ટે જ્યારે લાલુને સજાની સુનાવણી દરમિયાન લાલુએ કહ્યું કે ‘જેલમાં ઠંડી બહુ લાગે છે.’ જેનો જવાબ આપતા ન્યાયાધિશે તેમને કહ્યું હતું કે ‘તો તબલા વગાડો.’

આ કેસમાં કૉર્ટમાંથી વિદાય લેતી વેળાએ લાલુએ ન્યાયાધિશને ‘ઉદારતાથી વિચાર કરવા’ની વિનંતી પણ કરી હતી.


‘સંદેશ’ ના એક અહેવાલ અનુસાર અમદાવાદની પ્રખ્યાત એમ.જે. લાઇબ્રેરીમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

અખબારે એવું જણાવ્યું છે કે આ મામલે લાઇબ્રેરીએ પરિપત્ર જાહેર નથી કર્યો પણ લેખિતમાં સૂચના બહાર પાડી છે.

1938માં લાઇબ્રેરીને સરદાર વલ્લભભાઇ પટેલે ખુલ્લી મુકી હતી.

દાંડીકૂચના પ્રારંભે ગાંધીજી દ્વારા સાર્વજિનિક પુસ્તકાલયનો વિચાર પ્રગટ કરાયો હતો.

જેના બીજા દિવસે રસિકલાલ માણેકલાલ દ્વારા પુસ્તકાલય બનાવવા માટે રૂ.55, 000ની સખાવત અપાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો