GSEB ધો. 12 સામાન્ય પ્રવાહનું 55.55% પરિણામ, ડાંગ જિલ્લો મોખરે

0
28
gseb-12th-exam-result
gseb-12th-exam-result

શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ આજે પણ નિયત સમય પહેલા મૂકી દેવામાં આવ્યું

માર્ચ 2018માં ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. 505 કેન્દ્રો અને પેટાકેન્દ્રો પર લેવાયેલી પરીક્ષામાં 467100 (પૃથ્થક મળી 474507)પરીક્ષાર્થી નોંધાયા હતા. જેમાંથી 255414 (પૃથ્થક મળીને 260263)પરીક્ષાર્થીઓ પાસ થયાં હતા. કુલ મળીને રાજ્યનું પરિણામ 55.55 ટકા આવ્યું છે. ડાંગ જિલ્લાનું પરિણામ સૌથી ઊંચુ 77.32 ટકા આવ્યું છે, જ્યારે સૌથી નીચું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું આવ્યું છે. –gseb 12th exam result

સામાન્ય પ્રવાહના 462895 પરીક્ષાર્થી નોંધાયા હતા જેમાંથી 455626એ પરીક્ષા આપી જેમાંથી 252959 પાસ થયા પરિણામ 55.52 ટકા
વ્યવ.પ્રવાહ 1188 પરીક્ષાર્થી તેમાંથી 1180એ પરીક્ષા આપી 617 પાસ થયા પરિણામ 52.29 ટકા
ઉત્તરબુનિયાદી પ્રવાહમાં 3017 પરીક્ષાર્થી તેમાંથી 3000એ પરીક્ષા આપી અને 1838 પાસ થયા પરિણામ 61.27
ત્રણેય પ્રવાહના કુલ 467100 પરીક્ષાર્થી પૈકી 459806એ પરીક્ષા આપી જેમાંથી 255414 પાસ થયા કુલ પરિણામ આવ્યું 55.55 ટકા

પરિણામ નિયત સમય પહેલા મૂકી દેવામાં આવ્યું

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગુરુવારે સવારે જાહેર કરવામાં આવ્યું હતું (GSEB HSC General Stream Result 2018). શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ આજે પણ નિયત સમય પહેલા મૂકી દેવામાં આવ્યું હતું. પરિણામ સવારે 8 વાગ્યે જાહેર થવાનું હતું.

– 77.32 ટકા સાથે સૌથી ઊંચુ પરિણામ ડાંગ જિલ્લાનું
– સૌથી ઓછું પરિણામ 31.54 ટકા છોટા ઉદેપુર જિલ્લાનું
– ઊંચુ પરિણામ ધરાવતું કેન્દ્ર નાનપુરા બ્લાઈન્ડ (સુરત) 100 ટકા
– સૌથી ઓછું પરિણામ લાવનાર કેન્દ્ર લુણાવાડા 11.74 ટકા
– 206 સ્કૂલનું પરિણામ 100 ટકા

રેગ્યુલર અને રીપિટર સહિત 4.74 લાખથી વધુ પરીક્ષાર્થી

માર્ચ-2018માં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમ સહિતની પરીક્ષાઓના રેગ્યુલર અને રીપિટર સહિત કુલ 4.74 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાઓનું પરિણામ ગુરુવારે જાહેર થયું હતું. આ ઉપરાંત એચએસસી વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર સિસ્ટમ મુજબની એપ્રિલ-2018માં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ પણ આ સાથે જ જાહેર કરવામાં આવ્યું છે.