મિશન વિદ્યા ની સગળી જવાબદારી ૬ થી ૮ ના શિક્ષકોના માથે : ભભૂક્યો રોષ

0
89
mission-vidya
mission-vidya
ગુજરાતનું નબળું શિક્ષણ, ‘મિશન વિદ્યા’નું નવું તૂતઃ વિદ્યાર્થી અને શિક્ષકોમાં રોષ
શિક્ષણ મંત્રી દ્વારા ધોરણ છથી આઠના આ કાર્યક્રમમાં શાળાઓ એક કલાક વહેલી શરૂ કરવાના આદેશો આપવામાં આવ્યા

 

પાડાના વાંકે પખાલીને ડામ

અહી ઉલ્લેખનીય છે કે વિષયનું ભારણ ધરાવતા ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોના માથે આ સગળી જવાબદારી સોપવામા આવી છે ધોરણ ૧ થી ૫ મા પાંચ પાંચ વર્ષ સુધી જો બાળક વાંચતા લખતા ન શીખી શકે તો તેમાં જેતે શિક્ષકો ની જવાબદારી બને છે તેઓએ માત્ર આ જ કાર્ય કરવાનું હોય છે છતાં પણ એ જવાબદારો ઉચ્તર પ્રાથમિક ને સોપી સરકારથી કાચું કાપી ગયું છે અને આ વખતે ગુજરાત ભરના  ધોરણ ૬ થી ૮ ના તમામ શિક્ષકો લડી લેવાના મુડ મા છે. તેઓ એ દરેક જગ્યાએ લેખિત તથા મૌખિક રજુઆતો કરી છે જેમાં શિક્ષકો માટે ચાલતા સંઘ ને પણ રજૂઆત કરેલ છે પણ રજૂઆત કરનાર શિક્ષકોના મત મુજબ સંઘ આ બાબતે ૬ થી ૮ ના શિક્ષકોને મદદ કરી શકશે નહિ. માટે તેઓ જાતે જ  આ અન્યાય બાબતે ભવિષ્યમાં લડત ને ઉગ્ર બનાવવાના મુડ મા છે.

એક મહિના સુધી ચાલશે અભિયાન

પ્રાથમિક શિક્ષણમાં ખાસ કરીને ધોરણ 6-7-8માં ભણતાં વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થીઓ વાંચન, ગણન અને લેખનમાં પ્રમાણમાં નબળા છે,એવા વિદ્યાર્થીઓ માટે સમગ્ર રાજ્યમાં 26 જુલાઇથી સળંગ એક મહિના માટે ‘મિશન વિદ્યા’નો પ્રારંભ કરવામાં આવશે.

મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ કરશે મોનિટરિંગ

‘મિશન વિદ્યા’નો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે તે શાળામાં જઇને કરાવશે અને તે સાથે જ સમગ્ર રાજ્યમાં નાયબ મુખ્યમંત્રીથી લઇ તમામ મંત્રીઓ અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પોતાને ફાળવવામાં આવેલી શાળામાં જઇને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને વાંચન, ગણન અને લેખનકાર્ય કરાવી વિદ્યાર્થીઓને વધુ સજ્જ કરશે. એક મહિના સુધી ચાલનારા આ અભિયાન બાદ થર્ડ પાર્ટી ઇવોલ્યુએશન પણ કરવામાં આવશે. આ ઉપરાંત આ અભિયાન દરમિયાન શિક્ષણ પ્રક્રિયાનું, વિદ્યાર્થીઓનું સતત મોનિટરીંગ કરવામાં આવશે અને પ્રમાણમાં નબળા વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓની સમકક્ષ બનાવાશે.

1થી 8માં નાપાસ કરવામાં ન આવતા હોવાથી વિદ્યાર્થીઓ રહે છે નબળા

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ડીઇઓ, ડીપીઓ, સીઆરસી, બીઆરસી તથા શિક્ષણ સંગઠન સાથે સંકળાયેલા અગ્રણીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, ધોરણ 6થી 8 માં અમુક વિદ્યાર્થીઓ નબળાં હોવાના મુખ્યત્વે બે કારણો ધ્યાનમાં આવ્યા છે. તેમાં એક, વર્ષ 2009માં લાવવામાં આવેલ આર.ટી.ઇ. એક્ટના કારણે ધોરણ 1 થી 8 સુધી વિદ્યાર્થીઓને આગળના ધોરણમા લઇ જવાતા હોવાથી, પરીક્ષા લેવાય પણ પરીક્ષામાં કોઈને પણ  નાપાસ ન કરતા હોવાથી વિદ્યાર્થીને આગળના ધોરણમાં જવાની કોઇ જ ચિંતા હોતી નથી. પરિણામે વિદ્યાર્થી નબળો રહી જાય છે.

એક કલાક પહેલા વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણનનું શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવશે

શિક્ષણમંત્રીએ બીજું કારણ આપતા જણાવ્યું કે છે કે, સમાજના વંચિત, ગરીબ વર્ગના સમાજના વાલીઓ પોતે અશિક્ષિત હોવાથી બાળકના શિક્ષણમાં ધ્યાન આપી શકતા નથી. આ સંજોગોમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓમાંથી પ્રમાણમાં નબળા વિદ્યાર્થીઓને અલગ પાડી તેમના શિક્ષણ માટે શાળા સમય દરમિયાન અને શાળા શરૂ થાય તે પહેલાના કલાક પહેલા આ પ્રકારના વિદ્યાર્થીઓને વાંચન, ગણન અને લેખનનું શિક્ષણકાર્ય કરાવવામાં આવશે. ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અભિયાન બાદ જે વિદ્યાર્થીઓની વાંચન, ગણન અને લેખન ક્ષમતામાં વૃદ્ધિ થઇ હશે, એવા વિદ્યાર્થીઓના શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવશે.