ટાઇગર જિંદા હૈની આવક ૫૦૦ કરોડ થવા તરફ વધી રહી છે

0
62

સુપર સ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફને મુખ્ય રોલમાં ચમકાવકી અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ટાઇગર જિંદા હૈ બોક્સ ઑફિસ પર પ૦૦ કરોડની આવક કરવા તરફ આગળ વધી રહી હોવાની માહિતી મલી હતી. ૨૦૧૨માં રજૂ થયેલી એક થા ટાઇગરની આ સિક્વલ છે. ઓરિજિનલ ફિલ્મનું ડાયરેક્શન કબીર ખાને કર્યું હતું જેણે પાછળથી સલમાન ખાન સાથે બજરંગી ભાઇજાન ફિલ્મ આપી હતી. જો કે સિક્વલનું ડાયરેક્શન સુલતાન જેવી હિટ ફિલ્મ આપનારા અલી અબ્બાસ ઝફરે કર્યું છે. ટાઇગર જિંંદા હૈની સ્ટોરી પણ અલી અબ્બાસની છે.ઔકબીર ખાન સાથેની સલમાનની છેલ્લી ફિલ્મ ટયુબલાઇટ બોક્સ ઑફિસ પર ફ્લોપ નીવડતાં સલમાને પોતાને વફાદાર રહેલા વિતરકોને ૫૫ કરોડ જેટલું વળતર ચૂકવી આપ્યું હતું. હવે ટાઇગર જિંદા હૈ જોતાં એમ લાગે છે કે ટયુબલાઇટમાં સલમાને જેટલી ખોટ સહન કરી હતી એના કરતાં ઘણી વધારે એ ટાઇગર જિંદા હૈ ફિલ્મ દ્વાર પાછી મેળવી લેશે. આ ફિલ્મ ક્રિસમસ પર રજૂ થઇ હતી. સામાન્ય રીતે સલમાનની ફિલ્મો ઇદ પર રજૂ થાય છે અને આમિર ખાનની ફિલ્મો ક્રિસમસ પર રજૂ થાય છે પરંતુ આ વખતે આમિરની કાઇ ફિલ્મ ક્રિસમસ પર રજૂ થવાની નહોતી એટલે એણે ક્રિસમસની ડેટ સલમાનને ફાળવી હતી. સલમાનની ટાઇગર જિંદા હૈ રજૂ થતાંની સાથે ધમાકો બોલી ગયો હતો અને ફિલ્મ રાતોરાત ઊંચકાઇ ગઇ હતી. ટ્રેડ પંડિતો માને છે કે આ ફિલ્મ નજીકના દિવસોમાં ૫૦૦ કરોડના આંકડાને આંબી જશે. સલમાન ખાન આ ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે ભારત નામની વધુ એક ફિલ્મ કરી રહ્યો છે.

See more at:gujaratsamachar