દિશા પટણી અને ટાઇગરે કર્યા લગ્ન !, આ વિડિયોના કારણે ઉઠી રહ્યાં છે સવાલ

0
74

વું વર્ષ ષરૂ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર કઇ ફિલ્મો ટકરાશે તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. તેમાં ટાઇગર શ્રોફ અને દિશા પટણીની ‘બાગી2’ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. પહેલા આ ફિલ્મની ટક્કર રજનીકાંત અને અક્ષય કુમારની ફિલ્મ ‘2.0’ સાથે થવાની હતી. પરંતુ પછીથી ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મની રિલિઝ ડેટ બદલી નાંખી. પહેલાં આ ફિલ્મ 27 એપ્રિલે રિલિઝ થવાની હકી પરંતુ હવે આ ફિલ્મ 30 માર્ચે રિલિઝ થશે.

ફિલ્મની રિલિઝ ડેટની ઘઓષણા ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ અને નાડિયાનાવા ગ્રેન્ડસન એન્ટરટેઇનમેન્ટે પોતાના ટ્વિટર હેન્ડલ પર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે 27 એપ્રિલે કંગના રાણાવતની ફિલ્મ ‘મણિકર્ણિકા’ પણ રિલિઝ થવાની છે. જો બાગી 2 પણ 27 એપ્રિલના રોજ રિલિઝ થાત તો આ ફિલ્મની ટક્કર કંગનાની આ ફિલ્મ સાથે થાત.

ઉલ્લેખનીય છે કે બાગી 2 વર્ષ 2016માં આવેલી ફિલ્મ બાગીની સિક્વલ છે. બાગીમાં ટાઇગર સાથે લીડ રોલમાં શ્રદ્ધા કપૂર જોવા મળી હતી પરંતુ આ ફિલ્મની સિક્વલમાં ટાઇગરની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટણી જોવા મળશે. તેમની આ ફિલ્મના ક્લાઇમેક્સની શુટિંગનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયોને ઇન્ટરનેટ પર શેર કરીને તેવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે ટાઇગર અને દિશાએ ચુપચાપ લગ્ન કરપી લીધાં છે.