‘નિર્દોષ’ માટેનો અભિનેત્રીનો બાથટબ સીન લીક થયો

0
50

સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડ ઉપરાંત બિગ બોસમાં દેખાયેલી અભિનેત્રી મહેક ચહલે એની આગામી ફિલ્મ ‘નિર્દોષ’ માટે એક બાથ ટબ સીન આપ્યો હતો. અરબાઝ ખાન અને મંજરી ફડણીસની પણ મહત્ત્વની ભૂમિકા ધરાવે છે. મહેકનો આ બાથ સીન લીક થતાં એ ઘણી અપસેટ છે. અભિનેત્રી કહે છે કે, હું ત્યારે આૃર્યચકિત થઈ જ્યારે મારી મિત્રએ મને આ ક્લિપ બતાવી. ક્લિપ જોતા મને ખ્યાલ આવ્યો કે આ તો નિર્દોષ ફિલ્મનો સીન છે. મેં આ વાત ફિલ્મના દિગ્દર્શકને જણાવી છે. મહેકે વધુમાં જણાવ્યું કે, શૂટિંગ સમયે સેટ પર યુનિટના ઘણા ઓછા સભ્યો હતા. મેં પહેલીવાર આવો સીન શૂટ કર્યો છે. મને ખબર નથી પડતી કે મારા ગુસ્સાને કેવી રીતે શાંત કરું અને એને શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરું?