બાહુબલી-2ની પછાડી આર.માધવનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ બની 2017ની બ્લોકબસ્ટર ફિલ્મ

0
79

મુંબઈ:વર્ષ ૨૦૧૭માં રિલીઝ થયેલી ફિલ્મ બાહુબલી-૨ વર્ષની સૌથી મોટી હીટ ફિલ્મો પૈકીની એક રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. એસએસ રાજામૌલીની આ ફિલ્મની દર્શકોની સાથે સાથે વિવેચકોએ પણ પ્રસંશા કરી છે. પંરતુ ઈન્ટરનેટ ડેટા બેઝ દ્વારા વર્ષ ૨૦૧૭માં રિલીઝ થયેલી ૧૦ ફિલ્મોની જે યાદી જાહેર કરી છે તેમાં બાહુબલી-૨ નહી પરંતુ આર માધવન અને વિજય સેતુપતિની તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ વિક્રમ વેધાને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે.
ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ યાદીમાં ટોપ-૧૦ ફિલ્મોમાં બોલીવુડની માત્ર ૪ ફિલ્મોને જ સ્થાન મળ્યુ છે. બાકીની છ ફિલ્મો સ્થાનિક ભાષાઓની છે. આ યાદીમાં આમિર ખાનની સિક્રેટ સુપર સ્ટાર, ઈરફાન ખાનની હિંદી મિડીયમ, અક્ષય કુમારની ટોયલેટ એક પ્રેમ કાથા અને અક્ષય કુમારની જ જોલી એલએલબી-૨નો સમાવેશ થાય છે. આ યાદીમાં વિક્રમ વેધા પ્રથમ ક્રમાંકે જ્યારે બાહુબલી-૨ ફિલ્મ બીજા ક્રમાંકે છે.
જ્યારે અર્જુન રેડ્ડી ત્રીજા અને સિક્રેટ સુપર સ્ટાર ચોથા, હિંદી મિડિયમ પાંચમાં ક્રમાંક પર રહી છે. ધ ગાજી એટકે છઠ્ઠા, ટોઈલેટ એક પ્રેમ કથા સાતમા, જોલી એલએલબી-૨ આઠમાં, મર્સલ નવમાં અને ધ ગ્રેટ ફાધર દશમાં ક્રમાંકે રહી છે. આ તમામ ફિલ્મોને આઈએમડીબી યુઝર્સ દ્વારા સૌથી સારી રેટીંગ આપવામાં આવી છે.