વિરુષ્કા પછી હવે આ બોલીવુડ સુપરસ્ટારની થશે શ્રીલંકામાં સગાઇ

0
54

વિરાટ-અનુષ્કાના લગ્નની ચર્ચા હજુ ઠંડી પણ નથી થઈ કે બીજા એક બોલિવૂડ કપલના લગ્નની ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની. હવે ખબર આવી રહી છે કે દીપિકા પોતાનો બર્થ-ડે પણ ત્યાં જ મનાવવાના મૂડમાં છે. બંને નવા વર્ષનું સેલિબ્રેશન શ્રીલંકામાં કર્યું હતું. તમને જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ દીપિકા પાદુકોણનો 32મો બર્થ-ડે છે. ચર્ચા છે કે આ ખાસ દિવસે બંને સગાઈ કરી શકે છે.

લાંબા સમય સુધી બંનેમાંથી કોઈએ પણ પોતાના રિલેશન વિશે ખુલીને વાત નહોતી કરી, પરંતુ હાલમાં જ દીપિકએ કબૂલ્યું હતું કે રણવીર તેનો બોયફ્રેન્ડ છે. હાલમાં જ રણવીર દીપિકાના પેરેન્ટ્સને પણ મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણવીર અને દીપિકાએ શ્રીલંકામાં બર્થ-ડે સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવ્યો છે. રણવીર શ્રીલંકામાં એક એડ શૂટ કરવા ગયો હતો. દીપિકાએ પણ ન્યૂ યરના આ ખાસ અવસરે તેને ત્યાંજ જોઈન કરી લીધો. હવે તેમની સગાઈની અટકળો પણ લગાવાઈ રહી છે. જોકે આ વાતની પુષ્ટિ બંનેમાંથી કોઈએ કરી નથી, પરંતુ ચર્ચા છે કે દીપિકાના બર્થ-ડેના અવસરે બંને સગાઈ કરી લેવાના છે.

દીપિકા અને રણવીરે સાથે જ રામલીલા, બોમ્બે ટોકીઝ અને બાજીરાવ મસ્તાની જેવી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની આગામી ફિલ્મ પદ્માવતી છે, જે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ વિવાદોના કારણે તેનું રિલીઝ અટકાઈ ગયું છે. ફિલ્મમાં રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીનું કેરેક્ટર નિભાવી રહ્યા છે અને દીપિકા રાણી પદ્માવતીના કેરેક્ટરમાં છે.