હોલીવૂડની છ સેલિબ્રિટી જે સામાન્ય વ્યક્તિને દિલ દઈ બેઠી

0
54

હોલીવૂડની છ સેલિબ્રિટી જે સામાન્ય વ્યક્તિને દિલ દઈ બેઠી
ખ્યાતિ પ્રાપ્ત સ્ત્રી- પુરુષો વચ્ચે દોસ્તી થાય અને તેઓ લગ્ન કરી લે એ બોલીવૂડ અને હોલીવૂડમાં સામાન્ય બાબત છે. પણ હોલીવૂડમાં છ સેલિબ્રિટીઓ એવી છે કે જેમણે સામાન્ય વ્યક્તિ સાથે ઘરસંસાર માંડયો હોય અથવા રિલેશનીપમાં હોય.

પોતે પ્રસિદ્ધિને શિખરે બિરાજમાન હોય ત્યારે પ્રમાણમાં અજ્ઞાત અને સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા અથવા રિલેશનશીપમાં રહેવું એ અસામાન્ય ઘટના છે એવું સરળતાથી કહી શકાય. હોલીવૂડમાં આવા છ ઉદાહરણ છે કે જેમણે પોતાની સરખામણીએ નહીંવત જાણીતી વ્યક્તિ સાથે ઘરસંસાર માંડયો હોય. જો કે 1992માં હોલીવૂડમાં આ વિષય આધારિત ‘ધ બોડીગાર્ડ’ નામની ફિલ્મ પણ બની છે.

જેમાં પ્રસિદ્ધ ગાયિકા એના બોડીગાર્ડના પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં કેવીન કોસ્ટનર અને વ્હિની હોન્સ્ટને અભિનય કર્યો હતો.

જ્યોર્જ ક્લૂની અને અમલ અલામુદ્દીન

જ્યોર્જ ક્લૂની હોલીવૂડનું એ વ્યક્તિત્ત્વ છે કે જેને ડેટ કરવા હોલીવૂડની સુંદરીઓ તલપાપડ હોય.

પરંતુ જ્યોર્જ માનવ અધિકારની ઝુંબેશ ચલાવતી એક મહિલા વકીલ અમલને  દિલ દઈ બેઠો. વર્ષ 2013માં એક ડિનર પાર્ટીમાં બંને મળ્યા અને એના પછીના વર્ષ વેનીસમાં બંને ધામધૂમથી પરણી ગયા.

આજે એમનું ઘર જોડિયા સંતાનોની કિલકારીઓથી ગૂંજે છે.

એની હેથવે અને એડમ શૂલ્મેન

એની ઓસ્કાર એવોર્ડ વિજેતા અભિનેત્રી છે અને ‘જેમ્સ બોન્ડ’ તરીકે ઓળખાતી પોતાની જ્વેલરીની બ્રાન્ડ પણ ચલાવે છે.

આ યુગલ વર્ષ 2012માં લગ્નની ગાંઠે બંધાયું હતું. આજે એમને ઘેર એક દીકરો છે જેનું નામ જોનાથન છે.

મેઈસી વિલિયમ્સ અને ઓલી જેક્શન

‘ધ ગેમ ઓફ થોર્ન’ની  અભિનેત્રી મેઈસી વિલિયમ્સ એના શાળાજીવનના મિત્ર ઓલી જેક્શન સાથે 2015થી ડેટીંગ કરી રહી છે.

લોસ એન્જેલસમાં યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારોહમાં એ એના અજ્ઞાત બોયફ્રેન્ડને લઈ જવાનું પણ એણે મુનાસિબ માન્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ સમારોહમાં ઓલી સિવાય તમામ વ્યક્તિઓ સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતી હતી.

ક્રિસ્ટીના એગ્યુલેરા અને મેટ રટલર

ક્રિસ્ટીના એક સેલિબ્રિટી છે જ્યારે મેટ એક પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે.

બંનેના સ્ટેટસમાં બહોળો તફાવત હોવા છતાં ક્રિસ્ટિના મેટને લઈને હોલીવૂડની પાર્ટીઓમાં મહાલે છે. વર્ષ 2010થી બનને ડેટીંગ કરી રહ્યાં છે. આજે પણ એમનો પ્રેમ યથાવત્  છે.

એડેલ અને સાઈમન કોનેકી

સાઈમન કોનેકી ચેરીટીને લગતા કાર્યક્રમોનું આયોજન કરે છે જ્યારે એડેલ પ્રસિધ્ધ સિંગર છે બંને વર્ષ ડેટ કર્યા પછી વર્ષ 2016માં બંને પરણી ગયા.

આજે એમને ઘેર  પારણું પણ બંધાઈ ગયું છે એ સૂચવે છે કે એડેલની લોકપ્રિયતાની કોઈ અસર અંગત જીવન પર પડી નથી. સાઈમનના મનમાં ઈર્ષ્યાનો ભાવ સુધ્ધાં નથી.

રીસ : વાઈધસ્પૂન અને જીમ ટોથ રીસ

રીસ એક સેલિબ્રિટી છે અને એની એને જ્યોર્જ ક્લૂની વચ્ચે એક સામ્ય છે. જ્યોર્જની  જેમ  રીસ પણ એના પતિ જીમને એક કોમન ફ્રેન્ડ મારફત મળી હતી.

રીસની સરખામણીએ  જીમ એક સામાન્ય ટેલેન્ટ એજન્ટનું કામ કરે છે. બંનેની આંખ મળી ગઈ અને વર્ષ 2011માં  બંનેએ લગ્ન કરી લીધા હાલમાં બંનેએ લગ્નની છઠ્ઠી એનીવર્સરી  ધામધૂમથી ઉજવી.