ફિલ્મ ‘Simmba’ માં કંઇક આ લૂકમાં જોવા મળશે રણવીર સિંહ

0
51
Simmba
Simmba

રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ ‘Simmba’ નો રણબીર કપૂરનો ફર્સ્ટ લૂક સામે આવી ગયો છે. રણવીર સિંહે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફર્સ્ટ લૂક શેયર કર્યો છે. ફિલ્મ Simmba માં રણવીર પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરાવ ઉર્ફે સિમ્બાના રોલમાં નજર આવશે. સિમ્બાના લૂકમાં રણવીર સિંહની આ ફર્સ્ટ તસવીર છે. ફોટો શેયર કરતા રણવીરે કેપ્શનમાં લખ્યું કે, રોહિત શેટ્ટીનો હીરો. બુધવારે કરણ જોહર, રોહિત શેટ્ટી, સારા અલી ખાન અને રણવીર સિંહે આ વાતની સત્તાવાર જાહેરાત કરી હતી કે, ફિલ્મ સિમ્બાનું પ્રોડક્શન શરુ થઇ ગયું છે.

ફિલ્મમાં રણવીરનો લૂક રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ જેવો લાગે છે પરંતુ તેનો રોલ સિંઘમથી ઘણો લાઈટ અને જોલી નેચરનો હશે. સિમ્બા પણ એક તમિલ ફિલ્મ હિન્દીની રિમેક છે જે વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. ફિલ્મનું નામ ટેમ્પર હતું અને તેને પુરી જગન્નાથે ડિરેક્ટ કરી હતી. ફિલ્મ વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. ટેમ્પરમાં જુનિયર એનટીઆરે લીડ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મની સ્ટોરી વિશે જણાવીએ તો આ એક ભ્રષ્ટ પોલીસ ઓફિસરની સ્ટોરી છે જે એક સ્મગલરથી વધારે પ્રેરિત છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સારા અલી ખાનને સિમ્બામાં રણવીર સિંહની અપોઝીટ કાસ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ રોલ માટે જાહનવી કપૂર મેકર્સની પ્રથમ પસંદ હતી. પરંતુ તેની એક ભૂલના કારણે જાહનવીના હાથમાંથી આ રોલ જતો રહ્યો છે. ત્યારબાદ સારાને કાસ્ટ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સારા અને જાહનવી બંનેને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી હતી. પરંતુ હંમેશાથી જાહનવી મેકર્સની ફર્સ્ટ ચોઈસ હતી. તેવામાં પ્રશ્ન ઉભા થાય છે કે, તો કેમ જાહનવીની જગ્યાએ સારાને કાસ્ટ કરવામાં આવી છે? અંતે એવું તો શું થયું?

Image result for simmba

પ્રાપ્ત માહિતી મુજબ, જાહનવીને કાસ્ટિંગ ફાઈનલ થવા પહેલા આ ખબર લીક કરી દેવામાં આવી હતી કે, તેને રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બા માટે અપ્રોચ કરવામાં આવી છે. તેણે એવું પણ કહ્યું કે, તે રણવીર સિંહ જેવા મોટા સ્ટાર સાથે કામ કરવા લઈને નર્વસ છે. પ્રાપ્ત માહિતી મુજબ, પોતાના આ નિવેદન અને ખુલાસાના કારણે જાહનવીના હાથમાંથી ફિલ્મ નીકળી ગઈ છે. અંતે સારા અલી ખાનને હિરોઇન માટે સાઈન કરવામાં આવી છે.

Image result for simmba