3 ખાનને કારણે આ Bold એક્ટ્રેસની કરિયરનો આવ્યો’તો The End

0
116
sonu walia
મુંબઈ: પૂર્વ મિસ ઇન્ડિયા અને હોટ બોલિવૂડ એક્ટ્રેસ સોનુ વાલિયા હાલ ક્યાં છે અને શું કરે છે તે અંગે ભાગ્યે જ જાણવા મળે છે. આજે અમે તમને ફ્લેશબેક સીરિઝ અંતર્ગત સોનુ વાલિયા અંગે જણાવી રહ્યા છીએ.
 ત્રણ ખાને સમાપ્ત કરી ફિલ્મ કરિયર
વર્ષ 1985માં મિસ ઇન્ડિયા બન્યાં બાદ તેમણે ‘ખૂન ભરી માંગ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એક ઈન્ટરવ્યુમાં સોનુએ તેની નિષ્ફળ ફિલ્મ કરિયર પાછળ ત્રણ ખાન(સલમાન,શાહરૂખ અને આમિર)ને જવાબદાર ઠેરવ્યા હતાં.તેમણે કહ્યું કે’વાસ્તવમાં ત્રણ ખાને(આમિર, શાહરૂખ, સલમાન)મને ફિલ્મ બહાર કરી દીધી(હસીને).
નેગેટિવ રોલને લઈ ચર્ચામાં
સોનુએ ‘તૂફાન’,’ક્લર્ક’,’ખેલ’,’હક્ક’ અને ‘સાહિબાન’ જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું હતું.ખાસ કરીને સોનુ વાલિયા તેની નેગેટિવ ભૂમિકા અને અંગપ્રદર્શનને લઇને ચર્ચામાં રહી હતી.તેમાં
પણ ‘આકર્ષણ’ ફિલ્મમાં અકબર ખાન સાથેના કિસીંગ સીનથી તો સમગ્ર દેશમાં જાણીતી બની ગઈ હતી.
બની મિસ ઈન્ડિયા
નવી દિલ્હીમાં જન્મેલી સોનુએ મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કર્યા બાદ પત્રકારત્વનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેમણે મોડલિંગ શરૂ કર્યું. સોનુએ વર્ષ 1985માં સૌંદર્ય સ્પર્ધા મિસ ઈન્ડિયા માં ભાગ લીધો અને તે જુહી ચાવલા (1984) બાદ મિસ ઈન્ડિયા બની.
‘શર્ત’થી કર્યો ડેબ્યૂ
ધીમે ધીમે તેની મોડલિંગ કારકિર્દી જામવા લાગી. મોડલિંગ ક્ષેત્રે સફળતા હાંસલ કર્યા બાદ તેમણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. સોનુએ વર્ષ 1986માં ‘શર્ત’ નામની એક ફિલ્મમાં મોડલની નાનકડી ભૂમિકા નિભાવી.
‘ખૂન ભરી માગ’થી બની જાણીતી
ત્યાર બાદ તેમણે રાકેશ રોશન નિર્દેશિત ‘ખૂન ભરી માગ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી. આ ફિલ્મમાં તેમણે કબીર બેદીની પ્રેમિકાની ભૂમિકા કરી હતી. ફિલ્મ સફળ થયા બાદ સોનુ સમગ્ર બોલિવૂડમાં જાણીતી બની ગઈ.
સોનિયામાંથી બની સોનુ
સોનુ વાલિયાનું ખરુ નામ તો સોનિયા વાલિયા હતું પરંતુ બાદમાં તેમણે નામ બદલીને સોનુ કરી નાંખ્યું અને બોલિવૂડમાં સોનુ વાલિયા તરીકે જાણીતી બની. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સોનુનું નામ કબીર બેદી સાથે જોડવામાં આવ્યું પરંતુ આ વાત માત્ર અફવા અને અટકળ સાબિત થઈ.
2012માં અચાનક જ આવી સામે
ત્યાર બાદ સોનુ અમેરિકા ચાલી ગઈ હોવાના અહેવાલો આવ્યા, પરંતુ વર્ષ 2012 અચાનક જ તે દિલ્હીમાં એક સંગીત સમારોહમાં જોવા મળી હતી. સાથે જ સોનુ અંગે મીડિયામાં અહેવાલો વહેતા થયા હતાં કે, હાલ સોનુ વાલિયા ક્યાં છે અને શું કરે છે.
એક ઈન્ટરવ્યુમાં સોનુએ જણાવ્યું હતું કે, તે મુંબઈમાં જ રહે છે અને તેનું પ્રોડકશન હાઉસ ચલાવે છે.સોનુએ બોલિવૂડ છોડવા પાછળના કારણ અંગે કહ્યું કે,’હું પ્રેમમાં પડી હતી અને તુરંત જ લગ્ન પણ કરી લીધા.
ત્રણેય ખાનને કારણે ના ચાલી કરિયર
‘વાસ્તવમાં ત્રણ ખાને(આમિર, શાહરૂખ, સલમાન)મને ફિલ્મ બહાર કરી દીધી(હસીને).તે સમયે તેઓ વધુ પડતી ઉંચાઈ ધરાવતી અભિનેત્રી સાથે કામ કરતા.જોકે સલમાને સુસ્મિતા સાથે કામ કરીને આ ટ્રેન્ડ બદલ્યો હતો’.
પતિનું અવસાન
ત્યાર બાદ સોનુ વાલિયાના પતિનું વર્ષ 2008માં જ અવસાન થઈ ગયું અને તે મુંબઈમાં તેના પ્રોડકશન હાઉસમાં વ્યસ્ત બની ગઈ. સોનુ રાજેશ ખન્નાથી લઈને શમ્મી કપૂર જેવા દિગ્ગજ અભિનેતાઓની અંતિમ યાત્રામાં પણ સામેલ થઈ હતી.
ના કરી શકી કમબેક
જોકે સોનુ દીપક તિજોરી નિર્દેશિત ‘રોક ઈન લવ’થી પુનરાગમન કરી રહી હતી. આ ફિલ્મ વર્ષ 2013માં રીલિઝ થવાની હતી.પરંતુ, સંજોગો વશાત આ ફિલ્મ રીલિઝ થઈ શકી નહીં અને સોનુનુ બોલિવૂડમાં પુનરાગમન કરવાનું સપનું પાછું ધકેલાયું હતું.
આ ફિલ્મ્સમાં કર્યું કામ
હવે સોનુ ફરીવાર ક્યારે દર્શકોને સિલ્વર સ્ક્રીન પર જોવા મળે તે અંગે કંઈ પણ કહેવુ મુશ્કેલ છે.સોનુએ તેની કારકિર્દી દરમિયાન ‘આકર્ષણ’, ‘તૂફાન’, ‘હાતિમતાઈ’, ‘ખેલ’, ‘મહા સંગ્રામ’, ‘તહલકા’, ‘જલ્લાદ’, ‘ફૌજી’, ‘યશ’ અને ‘સૂર્યકાંત’ સહિતની ૩૦ થી વધુ ફિલ્મ્સમાં અભિનય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ માસમાં તેણે અજાણ્યો શખ્સ પોર્ન વીડિયોઝ મોકલતો હોવાની બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી