ટોયલેટ એક પ્રેમકથા ફસાઈ કાનૂની ઝંઝાળમાં : વાંચો શું થયું ?

0
167
toilet-ek-prem-katha

Toilet-ek-prem-katha

ટોચના અભિનેતા અક્ષય કુમાર અને ભૂમિ પેડણેકરને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ ટોયલેટ એક પ્રેમકથા રજૂ થયા પહેલાં કાનૂની વિવાદમાં સંડોવાઇ હોવાની માહિતી મળી હતી. રાજસ્થાનના એક ફિલ્મ સર્જક પ્રતીક શર્માએ જયપુરની મેટ્રોપોલિટન કોર્ટમાં ટોયલેટ એક પ્રેમકથાના સર્જકો પર કોપીરાઇટના ભંગનો કેસ દાખલ કર્યો હતો જેની પહેલી સુનાવણી ૨૨ જુલાઇએ થવાની છે. નીરજ પાંડે અને શીતલ ભાટિયાની કંપનીઓ ઉપરાંત વાયાકોમ ૧૮ સામે એવો આક્ષેપ કરાયો છે કે આ લોકોએ અમારી પંચલાઇન ઊઠાવી લઇને કોપીરાઇટ ધારાનો ભંગ કર્યો હતો. નિર્માતા કંપનીઓએ કહ્યું હતું કે અમે માત્ર નિર્માતા છીએ. અમારી ફિલ્મમાં એક સંવાદ છે કે ઔરત જબ શાદી કર કે ઘર મેં આતી હૈ ઔર ઉસ કો ટોયલેટ નહીં મિલતા તબ બવાલ મચ જાતી હૈ ઔર પતિ ઉસ કો ટોયલેટ બનાકર દેતા હૈ…  હવે વિતરકો કહે છે કે આ પંચલાઇન પ્રતીક શર્માની ફિલ્મમાં પણ છે. પ્રતીક શર્મા ૨૦૧૫થી ગૂટ્રું ગૂટર ગૂં ફિલ્મ બનાવી રહ્યા છે.

-પંચલાઇન ચોરી લીધાનો રાજસ્થાનના સર્જકનો આક્ષેપ

-૨૨ જુલાઇએ જયપુરમાં સુનાવણી શરૃ થશે