જાણો કેમ appleએ iphone ગ્રાહકોને માગી માફી

0
64

appleએ આ દિવસોમાં પોતાના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા કેસ અને વિરોધથી ઘેરાઈ ગયું છે. હાલમાં જ ઘણાં જૂના iPhone યુઝર્સને ફોન જ્યારે સ્લો થયો તો appleએ જણાવ્યું કે એવું appleએ પોતે આઈફોનની બેટરી લાઈફ વધારવાની કોશિશ કરી રહ્યું છે. તેની સામે ઘણાં યુઝર્સે કેસ નોંધાવ્યો કે જ્યારે અમે રૂપિયા આપીએ છીએ તો ફોન સ્લો શા માટે?

આજ ક્રમમાં appleએ ગુરૂવારે આ મામલામાં પત્ર લખીને પોતાના ગ્રાહકોની માફી માગી છે. appleએ લખ્યું છે કે અમે અમારા ગ્રાહકોનો વિશ્વાસ મેળવવા અને તેમના પ્રત્યેની વફાદારી દર્શાવવામાં કેટલાક બદલાવ કરીશું અને બેટરી સાથે જોડાયેલી આ સમસ્યાને જલદી સુધારી લેવામાં આવશે.

appleએ એ ફોનોની બેટરી રિપ્લેસમેન્ટની કિંમત ઘટાડી દીધી છે, જેની વોરન્ટી પૂરી થઈ ગઈ છે. પહેલા તેના 79 ડૉલર (લગભગ 5000 રૂપિયા) લેવામાં આવતા હતા, જેને ઘટાડીને હવે માત્ર 29 ડૉલર (1800 રૂપિયા) કરી દીધા છે. આ સ્કીમ આગલા મહિનાથી આઈફોન 6 કે તેના પછી આવેલા મૉડલ્સ પર લાગુ પડે છે. appleએ iOSમાં પણ અપડેટ લાવવાની તૈયારીમાં છે, જેનાથી યુઝર્સ પોતાના ફોનની બેટરીની કન્ડિશન ચેક કરી શકશે અને પોતે જાણી શકશે કે પરફોર્મન્સ પર બેટરીનું શું અસર પડે છે.