આવ્યા એવા સમાચાર કે વોટ્સએપના માલિકોની હરામ થઈ ગઈ છે રાતની નિંદર

0
101
WHATSAPP

Amazonની ગણતરી દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ વેબસાઇટ તરીકે થાય છે. માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે હવે સાઇટ પોતાનો પ્રસાર વધારવા માટે ટૂંક સમયમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ એપનું નામ Anytime હોઇ શકે, જેમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ સિવાય બીજા ફિચર્સ પણ હશે. આ એપમાં ટેક્સ્ટ મેસેજ અને વીડિયો ચેટ બંને સર્વિસ આપવામાં આવશે.  આ એપ વોટ્સએપ માટે મોટો પડકાર સાબિત થાય એમ છે જેના કારણે એના માલિકોની રાતની નિંદર હરામ થઈ ગઈ છે.

એક રિપોર્ટ અનુસાર Amazonની આ એપમાં ફિચર્સ શામેલ કરવા માટે યૂઝર્સનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. આ એપમું મુખ્ય ફોકસ મેસેજિંગ, વોઇસ અને વીડિયો કૉલ છે. ફોટો શેરિંગની સાથે સ્પેશ્યલ ઇક્ફેટ્સ ફિલ્ટર્સ પણ શામેલ હશે. આ એપમાં ગ્રુપ ચેટિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સિવાય એમાં ગ્રુપ ગેમિંગ, મ્યૂઝિક અને ફૂડ ઓર્ડરની સર્વિસ પણ આપવામાં આવશે.

આ એપને 3 પ્લેટફોર્ટ- એન્ડ્રોઇડ, iOS અને ડેસ્કટોપ માટે લોન્ચ કરવામાં આવશે. આ એપના સિક્યોરિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જેમાં બેંક ડિટેલ્સ અને પાસવર્ડ્સને એન્ક્રિપ્ટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. આ WhatsAppની જેમ નહીં હોય કારણ કે એમાં ફોનનંબર વગર પણ કોન્ટેક્ટ્સને સર્ચ કરી શકાશે.