ઉનાળાનું ઔષધ – કેરીનું ગોળ વાળું શરબત (કેરીનો બાફલો )

0
77

કેરીનું ગોળ વાળું શરબત (કેરીનો બાફલો )

ઉનાળો શરૂ થતાં જ આ ભયંકર ગરમી અને લૂ માં શરીર માં પણ ઘણા ફેરફાર થતા હોય છે. આ ઉનાળા માં શરીર ને ગરમી થી બચાવવા ખૂબ જ પાણી લેવું. પાણી નો વપરાશ શરીર ને રક્ષણ આપશે. પણ આખો દિવસ સાદું પાણી બહુ ભાવે નહીં. એટલે જ જ્યુસ નો વપરાશ વધુ કરવાનો. બજાર માં મળતાં કે ઘરે બનાવતા મોટા ભાગ ના જ્યુસ માં આપણે ખાંડ ઉમેરિયે છીએ. આતો એવું થઈ ગયું કે કૂવા થી બચવા ખાઈ માં પડ્યા . ખાંડ કેટલી હાનિકારક છે , તે આપણે સૌ જાણીએ જ છીએ ..

આજે આપણે જોઈશું કેરી માંથી બનતું ગોળ વાળું શરબત. આ શરબત માટે કાચી જ કેરી જોઈએ એવું નથી. બહાર થી કાચી પણ અંદર થી થોડી પાકેલી કેરી પણ ચાલે . સરળતા થી બનતું આ શરબત ગળા ની સાથે શરીર ને પણ તંદુરસ્ત રાખશે. આ શરબત તમને લૂ થી બચાવશે …

સામગ્રી :
• 2 નાની દેશી કેરી
• 1 ચમચી શેકેલા જીરા નો ભૂકો
• 1/2 ચમચી ચાટ મસાલો
• સ્વાદ અનુસાર ગોળ
• થોડા બરફ ના ટુકડા

રીત :

સૌ પ્રથમ કેરી માંથી છાલ ઉતારી કટકા કરી લો. કુકર માં 2 ગ્લાસ પાણી સાથે એકદમ 2 થી 3 સીટી વગાડી બાફી લો.

આપ ચાહો તો કેરી ના કટકા કાઢી લો. હું તો એને પાણી સાથે જ ક્રશ કરી લવ છું .. હેન્ડ બ્લેન્ડર થી સ્મૂધ ક્રશ કરી લો. બહુ રેસા લાાગે તો ગળી લેેવુ..

હવે એમાં ગોળ , જીરા નો ભૂકો , ચાટ મસાલો કે મીઠું બધું સરસ મિક્સ કરો..

થોડા બરફ ના ટુકડા ઉમેરો અને તૈયાર છે કેરી નું શરબત. ઠંડુ કરી ને પીરસો..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)