જાણો શું છે ખપ્પર: આમાં ભોજન લેવાથી થાય છે આ ફાયદો

0
141

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં બાયોટેકનોલોજી વિભાગમાં થયું પૃથ્થકરણ

જૂનાગઢ: ખપ્પર નામ સાંભળતા અધોરી સાધુનું દ્રશ્ય સામે આવે. ખપ્પર એટલે માનવ ખોપરી અથવા દરિયાઇ છીપ માનવામાં આવે છે. પરંતુ આફ્રિકાનાં સેશેલ્સમાં પ્રેસ્લિન અને ક્યુરીયુઝનાં ટાપુઓમાં ખપ્પરનાં વૃક્ષ જોવા મળે છે. ખપ્પરને અંગ્રેજીમાં લોડોસિયા માલ્ડીવિકા કહે છે.

સામાન્ય રીતે અઘોરી, નાથ સંપ્રદાયનાં સંતો તથા મદારીઓ જેવા લોકો ખપ્પરનો ઉપયોગ ભિક્ષા પાત્ર તરીકે કરતા હતાં. ખપ્પરમાં ભોજન શા માટે લેવામાં આવતું અને તેનાથી શું ફાયદો થતો તેવા સવાલ પર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં બાયોટેકનોલોજી વિભાગે ખપ્પર ઉપર સંશોધન કર્યુ છે. યુનિવર્સિટીનાં કુલપતિ ડો. એ.આર.પાઠક, ડો.વી.પી. ચોવટીયા, ડો. પી.વી.પટેલ, ડો. બી.એ. ગોલકીયાનાં માર્ગદર્શનમાં ડો. રાજેશ દવે, ડો. તુષાર અંટાળા, મીતા શિહોરા, કૃતી પાનસુરીયા, ડો. એચ.પી. ગજેરા ડો. શ્રધ્ધા ભટ્ટ અને ટીમે ખપ્પરનું પૃથ્થકરણ કર્યુ હતું.

કૃષિ યુનિ.ને રક્ષિત એ. પમ્હારએ ભેટ આપી હતી.ખપ્પરનું પૃ્થ્થકરણ કરતા તેમાંથી કુલ 16 સંયોજનો મળી આવ્યા હતાં. જેમાં ગામા સીટોસ્ટેનિયોન 47.43 ટકા મળ્યું હતું. જેની સંભવિત રોગ પ્રતિકારક અસર અને એન્ટી માઇક્રોબીયલ પ્રવૃતી માટે અભ્યાસ કરતા અન્ય ફાયોટોકન્સસ્ટીટયુઅન્ટ વિવિધ સ્તરે મળી આવ્યા હતાં. ફળમાંથી પાવડર તૈયાર કરવામાં આવ્યો હતો. ફળનાં પાવડરમાંથી લિપિડસ, એલ્કલોઇડસ, લિગ્નેન્સ, ટ્રાયટરપેનોઇડ, સેપોનિન જેવા સંયોજનો મળી આવ્યા હતાં.

ખપ્પરમાંથી મળેલા સંયોજનો સાયટોટોક્સિક, એન્ટીકેન્સર, એન્ટીમાક્રોબીયલ અને એન્ટીવાયરલ પ્રવૃતિ આપે છે. ખપ્પરમાં ભોજન લેવાથી ભોજનમાં રહેલા ઝેરી તત્વો સામે રક્ષણ મળે છે. તેમજ તે ફૂગનાશક છે.તેમજ હાનીકરતા જીવાણુનો નાશ થાય છે.