જાણો, ધરતી પર ઉપલબ્ધ સૌથી મોંઘા તરલ (પ્રવાહી)પદાર્થો વિશે

0
91

સામાન્ય રીતે પાણીને જીવનનું સૌથી જરૂરી અને અમૂલ્ય પ્રવાહી માનવામાં આવે છે, પરંતુ શું તમે ધરતી પર ઉપલબ્ધ સૌથી મોંઘા તરલ પદાર્થો વિશે જાણો છો?

આશ્ચર્ય થયું ને… પરંતુ આ જ વાસ્તવિકતા છે કે વીંછીનું ઝેર પૃથ્વી પર મળતા સૌથી મોંઘા લિક્વિડમાંથી એક છે. વીંછી આ ઝેરનો ઉપયોગ પોતાના શિકારને પકડવા માટે અથવા તો પોતાને દુશ્મનથી બચાવવા માટે કરે છે જે માનવ જાતિ માટે ખૂબ જ ઉપયોગી છે.

વીંછીના ઝેરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાને કારણે તે અનેક પ્રકારની દવાઓમાં ઉપયોગમાં લેવાય છે. જેનાથી સંધિવા અને પાચનતંત્ર સંબંધિત બિમારીઓનો ઇલાજ થાય છે.

કોબરાનું ઝેર (કિંમત1 કરોડ 45 લાખ પ્રતિ 3.785 લીટર)

કિંગ કોબરા સર્પ જાતિનો સૌથી ઝેરી સાપ છે જેના ઝેરના એક ટીપાંથી પણ આંખોની રોશની ઓછી થવાની સાથે શરીર ભૂરા રંગનું થવા લાગે છે અને જીવિત બચવું અશક્ય બની જાય છે.

તેમછતાં કોબરાનું ઝેર સૌથી મોંઘું છે. કોબરાનું ઝેર પેઇન-કિલર તરીકે કામ કરે છે, જેનો કેટલીય દવા બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

ચેનલ નંબર 5 (કિંમત- 18 લાખ પ્રતિ 3.785 લીટર)

દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ગણાતું પરફ્યૂમ ‘ચેનલ’ પણ દુનિયાના સૌથી મોંઘા પ્રવાહીની યાદીમાં સામેલ છે. આ સૌથી પ્રથમ વખત 1922માં વેચાયું હતું.

ઇન્સ્યુલિન (કિંમત- 6 લાખ 42 હજાર પ્રતિ 3.785 લીટર)

વર્તમાન સમયમાં પ્રત્યેક ત્રીજો વ્યક્તિ ‘ડાયાબિટીસ’ની બિમારીથી પીડાય છે અને ઇન્સ્યુલિન એક એવો પદાર્થ છે જે શરીરમાં શુગરની માત્રા વધી જવા પર બિમાર વ્યક્તિને આપવામાં આવે છે પરંતુ કદાચ જ કોઇ તેના મૂલ્ય વિશે જાણતું હશે.

પારો (કિંમત – 2 લાખ 32 હજાર)

એક પ્રકારની પ્રવાહી ધાતુ પારો જેનો ઉપયોગ પરંપરાગત રીતે દવાઓ માટે કરવામાં આવે છે, આ સાથે જ થર્મોમીટર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ તેના 1 ગેલનની કિંમત ચોંકાવનારી છે.

પારો (કિંમત – 2 લાખ 32 હજાર)

એક પ્રકારની પ્રવાહી ધાતુ પારો જેનો ઉપયોગ પરંપરાગત રીતે દવાઓ માટે કરવામાં આવે છે, આ સાથે જ થર્મોમીટર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ તેના 1 ગેલનની કિંમત ચોંકાવનારી છે.

બ્લડ (1 લાખ પ્રતિ ગેલન)

હ્યુમન બ્લડનો પણ મોંઘા પ્રવાહી પદાર્થની યાદીમાં સમાવેશ થાય છે. આપણા શરીરમાં લગભગ 5 લીટર લોહી હોય છે, પરંતુ રક્તદાનની પ્રક્રિયા તેને મોંઘું બનાવી દે છે.