અમેરિકાના આ શહેરની લોકપ્રિય રેસ્ટોરન્ટ થશે બંધ, ગુજરાતીઓની પણ હતી ફેવરિટ

0
62

અમેરિકાના આયોવા રાજયના પાટનગર ડેસ મોઇન્સની લોકપ્રિય ફ્રેન્ચ રેસ્ટોરન્ટ દજાન્ગો આવતા મહિનાથી એટલેકે ફેબ્રુઆરી મહિનાથી બંધ થશે. ડેસ મોઇન્સમાં ફોર્ટ હોટલના પ્રથમ માળે આ રેસ્ટોરન્ટ છેલ્લા 10 વર્ષથી ચાલતી હતી જે 17 ફેબ્રુઆરીના રોજ બંધ થશે.

કેમ થશે બંધ

દજાન્ગો ફ્રેન્ચ રેસ્ટોરન્ટ ડેસ મોઇન્સની 10 વોલટન સ્ટ્રીટ્સમાં આવેલી હોટલ ફોર્ટના પ્રથમ માળે હતી. જે 6000 ચોરસ ફૂટમાં ફેલાયેલી હતી. 100 વર્ષ જુની હોટલ ફોર્ટ 2015થી બંધ છે. અને 260 રૂમની આ હોટલમાં હવે રિનોવેશનનું કામ શરૂ થવાનું હોવાથી દજાન્ગો રેસ્ટોરન્ટે નવી જગ્યા શોધવી પડશે.

ફ્રેન્ચ ફૂડ માટે હતી ફેવરિટ

દજાન્ગો રેસ્ટોરન્ટ ફ્રેન્ચ માટે ફેવરિટ ગણાતી હતી. મોટી સંખ્યામાં લોકો અહીં ફ્રેન્ચ વાનગીઓનો ટેસ્ટ કરવા આવતા હતા જેમાં ભારતીયો-ગુજરાતીઓ પણ સામેલ હતા. ડેસ મોઇન્સ રેસ્ટોરન્ટર પોલ રોટનબર્ગે જણાવ્યું કે અહીં ફ્રેન્ચ ફ્રાઇસ પર પોટ મશરૂમ ગ્રેવી, ક્રાફ્ટ કોકટેલ્સ જેવી ફ્રેન્ચ વાનગીઓ ફેવરિટ હતી. રેસ્ટોરન્ટના માલિકોમાંના એક જ્યોર્જ ફોર્મારોએ ફ્રાન્ચની મુલાકાત પછી અહીં કોર્સિકન પિઝાની વેરાયટી તૈયાર કરી હતી. આ રેસ્ટોરન્ટ એન્ગેજમેન્ટ્સ, બર્થડેઝ અને એનિવર્સરીઝ માટે પસંદગીનું સ્થળ બની ગઇ હતી. હવે રેસ્ટોરન્ટના માલિકો આ જ શહેરમાં 6000 ચોરસ ફૂટની બીજી જગ્યા શોધી રહ્યા છે.

2008માં ખુલી હતી રેસ્ટોરન્ટ

હોટલ ફોર્ટમાં 2008માં આ રેસ્ટોરન્ટ ખુલી હતી. રોટનબર્ગે લગભગ 30 વર્ષ સુધી હોટલની આ રેસ્ટોરન્ટને ચલાવી હતી. રોટનબર્ગ અને દજાન્ગોના અન્ય માલિકો જ્યોર્જ ફોર્મારો અને જેફ હન્ટરે નિર્ણય કર્યો કે હોટલનું કામકાજ લગભગ 18 મહિના સુધી ચાલશે ત્યાં સુધી રેસ્ટોરન્ટને ચલાવવી અઘરી છે. તેથી તેઓ હવે ડેસ મોઇન્સ અથવા તો નજીકના ગામડામાં 4 થી 5 હજાર ચોરસ ફૂટની જગ્યા ધરાવતું નવું લોકેશન શોધી રહ્યા છે જ્યાં રેસ્ટોરન્ટને ફરી શરૂ કરી શકાય.

source Divybhaskar