કોઈપણ પરણિત મિત્ર આ વાત નકારી નહિ શકે… શું કેહવું છે તમારું આ બાબતમાં…

0
49

મોર્ડન સમયમાં મહિલાઓની આઝાદીની વાતો તો બહુ જ કરવામાં આવે છે. પરંતુ હવે મહિલાઓના લગ્ન કરવાને કોઈ અનિવાર્ય નથી સમજતું અને યુવતીઓના કુંવારા હોવાના ફાયદા ગણાવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, પુરુષોને પણ કુંવારા રહેવાના બહુ જ ફાયદા મળે છે. આમ, તો લગ્ન આપણા સમાજ માટે અને જીવન માટે બહુ જ મહત્ત્વનું ગણાય છે. દરેકને આ બંધનમાં બંધાવું જ પડે છે, પરંતુ આજના સમયમાં આધુનિકતાના ચક્કરમાં લોકો લગ્નથી દૂર ભાગે છે અને તેમને લગ્નનો સંબંધ ત્રાસ લાગે છે. આવામાં આજે આપણે યુવકોના કુંવારા રહેવાના ફાયદા જાણી લઈએ.

આઝાદી

અત્યાર સુધી કહેવાતું હતું કે, લગ્ન બાદ યુવતીઓની આઝાદી છીનવાઈ જાય છે, કારણ કે લગ્ન કરતા જ યુવકોની પણ આઝાદી છીવાઈ જાય છે. જો પુરુષો લગ્ન નથી કરતા તો જીવનમાં સ્વતંત્ર રી શકે છે. ક્યાંય પણ આવવા-જવા માટે તેમને કોઈને પણ કહેવાની જરૂર પડતી નથી.

મિત્રો સાથે પાર્ટી

આ વાતનો ઉલ્લેખ તો અનેકવાર કરવામાં આવે છે કે, યુવતીઓને તેમના બોયફ્રેન્ડ કે પતિ તેમના મિત્રો સાથે ફરતા હોય તો પસંદ આવતું નથી. લગ્ન બાદ યુવકોને પોતાના મિત્રો સાથે પાર્ટી કરવા માટે બહુ જ મુશ્કેલીથી પરમિશન મળે છે. આવામાં જો યુવકો લગ્ન ન કરે તો તે પોતાના મિત્રોને ઈચ્છે ત્યારે મળી શકે છે અને ફરી શકે છે.

ખર્ચા ઓછા થશે

આમ તો આજકાલ પતિ-પત્ની બંને જ વર્કિંગ હોય છે, તેથી ખર્ચાનો બોજ તો વધુ પડતો નથી. પરંતુ જો પત્ની હાઉસવાઈફ હોય તો ઘરનો બધો બોજ પુરુષો પર આવી જાય છે. ઘરના ખર્ચા, અને ઉપરથી પત્નીના નખરા. પુરુષો લગ્ન ન કરે તો આ બધી ઝંઝટમાંથી બચી શકે છે.

પત્નીના નખરા

આ વાતથી તો આખી દુનિયાના પુરુષો પરેશાન છે કે, પત્નીના નખરાથી કેવી રીતે બચી શકાય. મોટાભાગના પુરુષોના લગ્ન થયા બાદ બુરા હાલ થાય છે તેવું તેઓ માને છે. તેમનો અડધો સમય તો પત્નીને મનાવવામાં જ નીકળી જાય છે અને અડધો દિવસ તેમને સમજવામાં જ નીકળી જાય છે કે આખરે તેમની પત્ની શું ઈચ્છે છે. તેથી જો તમને નથી પરણતા તો પત્નીના આ નખરાથી બચી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર