નવો સર્વે : પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાથી મર્દાનગીને શું અસર થાય?

0
68

મોટાભાગના લોકો પોતાના સ્માર્ટપોનને પેન્ટના ખિસ્સામાં રાખવાનું પસંદ કરે છે. આ આરામદાયક અને સરળ છે અને સૌથી મોટી વાત એ છે કે તેનાથી થનારું નુકસાન કોઈને દેખાતું પણ નથી. પરંતુ હાલમાં જ એક વૈજ્ઞાનિક અભ્યાસમાં સાબિત થયું છેકે પેન્ટના ખિસ્સામાં સ્માર્ટફોન રાખવાથી મર્દાનગી માટે જોખમી હોય છે.

પુરુષોના પ્રાઈવેટ પાર્ટની નજીક રાખવામાં આવેલ ફોન રેડિએસન પર કરવામાં આવેલ 21 રિસર્ચ પેપર્સના રિવ્યૂ કરવા પર વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, લાંબા સમય સુધી આમ કરવાથી સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થાય છે. ત્યાં સુધી કે રેડિએશનના મારથી જે સ્પર્મ બચી જાય છેતેના ડીએનએ ડેમેજ થઈ જાય છે.

આ શારીરિક પ્રતિક્રિયા પર ડિબેટ ઘણાં સમયથી ચાલી રહી હતી કારણ કે વૈજ્ઞાનિકો અત્યાર સુધી એ જણાવવામાં સક્ષમ ન હતા કે ફોનના રેડિએશનની શરીર પર નકારાત્મક અસર કેવી રીતે પડે છે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાની ન્યૂકેસલ યૂનિવર્સિટીએ આ વાતને પોતાના સંશોધન થકી સાબિત કરી દીધી છે.

અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, રેડિયોફ્રિક્વેન્સી ઇન્ડયૂસ્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનથી મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનને નુકસાન પહોંચે છે. તેમાં મેલ સ્પર્મની મોબિલિટી અને અવેલિબિલિટી બન્નેને અસર થાય છે. વૈજ્ઞાનિકોને અત્યાર સુધી કરવામાં આવેલ 27 અભ્યાસનો રિવ્યૂ કર્યો અને તેમાંથી 21માં મોબાઈલ રેડિએસન અને સ્પર્મ ડેમેજ થવાનું મળી આવ્યું છે. કુલ 1492 મેલ સેમ્પલના દસ અભ્યાસનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

પરિણામ અનુસાર સ્પર્મ મોબિલિટીમાં 8 ટકા અને સ્પર્મ અવેલેબિલિટીમાં 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, ફોનને પેન્ટના ખિસ્સામાં રાખીને પુરુષો એક ગંભીર જોખમને આમંત્રણ આપી રહ્યા છે જેમાં તેના ડેમેજ્ડ સ્પર્મથી ગર્ભધારણ થાય છે.

ઉલ્લેખનીય છે કે, 2011માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને સંભાવના વ્યક્ત કરી હતી કે ફોન રેડિએશનથી કેન્સર થઈ શકે છે. પરંતુ અત્યાર સુધી તેને વૈજ્ઞાનિક રિસર્ચ દ્વારા સાબિત કરવામાં આવ્યું ન હતું. યૂનિવર્સિટી ઓફ ન્યૂ કેસલના વૈજ્ઞાનિક ડોક્ટર જોલ માસ્કોવિત્ઝે મીડિયાને જણાવ્યું હતું કે, સ્ટડી ફોનથી થનારા જોખમની જાણકારી મેળવવા માટેનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પુરુષોએ પોતાના પેન્ટના ખિસ્સામાં ફોન ન રાખવા જોઈએ. તેમણે જણાવ્યું કે, રેડિએશન જેટલું વધારે હશે સ્પર્મને થનારું નુકસાન પણ એટલું જ વધારે હશે.