તમારું બાળક મોડા સુધી જાગતું રહેતું હોય તો આ 6 ઉપાયથી દૂર કરો સમસ્યા

0
75

બદલાતા સમયની અસર મોટાની સાથે સાથે નાના બાળકો ઉપર પણ થઈ રહી છે. જે પ્રકારે મોટા લોકો થાક, તણાવ, હેલ્થ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, એ જ રીતે બાળકો પણ આ બધુ સહન કરી રહ્યા હોય છે. આજકાલ ઘણા બાળકો રાતના સમયે સારી રીતે સૂઈ નથી શકતા, તેઓ પર્યાપ્ત ઊંઘ લઈ નથી શકતા, જેના કારણે તેઓ ન શારીરિક અને માનસિક રીતે નબળા બનતા જતા હોય છે. અહીં જાણો બાળકોને ઊંઘ ન આવવાની સમસ્યા માટે માતા-પિતા શું કરી શકે.

સામાન્ય રીતે બાળકોની લાઈફ સ્ટાઈલ કે સૂવાની ખોટી આદતોમાં ફેરફાર લાવીને ઊંઘની સમસ્યાને દૂર કરી શકાય છે. જો પરેશાનીઓ એક મહિનાથી વધુ સમય સુધી ચાલતી રહેતી હોય તો માતા-પિતાએ તેને તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.