બાળક બોલવામાં હકલાતું હોય તો આ 5 ઉપાયથી થશે સમસ્યાનું નિરાકરણ

0
83

મોટાભાગનાં મા-બાપ તેમનાં બાળકો હકલાય તો ટેન્શનમાં આવી જતાં હોય છે. આમ તો આ કોઇ ગંભીર બાબત નથી, છતાં આ કારણે બાળકની મજાક ઉડાવવામાં આવે છે. કેટલીકવાર આજુબાજુના લોકો બાળકની કૉપી કરે તો, બાળક શરમ અનુભવવા લાગે છે. ઘણીવાર બાળક નવાં માળસોને મળતાં ડરે છે અને ઉદાસ રહેવા લાગે છે. આ સમસ્યાને સોલ્વ કરવા માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઇએ તે જણાવી રહ્યા છીએ અમે અહીં…

ક્યારે થઈ શકે છે આ સમસ્યા?

મોટાભાગે હકલાતાં બાળકો એક જ શબ્દ લાંબો ખેંચે કે કોઇ વાક્ય બોલે ત્યારે અચનાક કોઇ શબ્દ પર અટકી જાય છે અને પછી તેને બોલવાનો વારંવાર પ્રયત્ન કરે છે. ઘણીવાર સામાન્ય વાતચીત કરતી વખતે પણ બાળકો ડરતાં હોય છે, શરમાતાં હોય છે. કેટલીકવાર આત્મવિશ્વાસ ઓછો હોય તો પણ આ બાળકો હકલાવા લાગે છે.

મોટાભાગે હકલાવાની કે સ્ટૈમરિંગની સમસ્યા ત્રણથી પાંચ વર્ષની ઉંમરે શરૂ થાય છે. પાંચથી નવ વર્ષનાં બાળકોમાં આ સમસ્યા ધીરે-ધીરે ઘટવા લાગે છે અને 12-13 વર્શનાં બાળકોમાં આ સમસ્યા ખૂબજ ઓછી થઈ જાય છે. લગભગ 5% બાળકોને હકલાવાની સમસ્યા રહે છે. છોકરીઓની સરખામણીમાં છોકરાઓમાં આ સમસ્યા 5% વધુ હોય છે. આમ તો આ એક સામાન્ય સમસ્યા છે અને તેના પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે. જેમ કે, બાળકની ભાષા પર પકડ ઓછી હોવી, વધારે પડતાં ભાવુક હોવું, બીક, માનસિક તણાવ, એકાગ્રતાની ઉણપ, અસમંજની સ્થિતિ વગેરે.