ભૂલથી પણ ઘરે ન કરતા આ 6 બ્યુટી ટ્રીટમેન્ટ

0
87

યૂટિલિટી ડેસ્કઃ ચોક્કસપણે કેટલાક એવા બ્યુટી ટ્રીટમેન્ટ છે, જેને તમે ઘરે કરીને પૈસા બચાવી શકો છો. પરંતુ એક હકીકત એ પણ છે કે આવી કેટલીક ટ્રીટમેન્ટ છે જેને તમારે ઘરે કરવાની ભૂલ ન કરવી જોઈએ. તેમાં પૈસાની બચત હોય અથવા ન હોય પણ હા, તમારી સ્કિન અને સુંદરતાને નુકસાન જરૂર થઈ શકે છે. તો તમે પણ જાણો આ ટ્રીટમેન્ટ્સ વિશે જેને ભૂલથી પણ તમારે ઘરે ન કરવી જોઈએ.

હેર કલર

 

માર્કેટમાં અનેક બ્રાન્ડ્સના હેર કલર મળી જશે. સહેજ હાઇલાઇટ્સ માટે તમે તેની મદદ લઈ શકો છો, પરંતુ જો તમને કોઈ અલગ હેર કલર કરાવવો હોય તો તેને ક્યારેય ઘર પર ન કરો. આવું એટલે કારણ કે સુંદર અને ટ્રેન્ડી લુક માટે કાયમ તમારા સ્કિન ટોન મુજબ જ હેર કલર પસંદ કરવા જોઈએ. તમે ઘણી વખત કલર પસંદ કરવામાં ભૂલ કરી બેસો છો. પણ એક્સપર્ટ તેમાં ભૂલ નથી કરતા અને કાયમ તમારા ટોન અને જરૂર મુજબ જ તેને પસંદ કરે છે. સાથે જ તે યોગ્ય બ્લેંડિંગ ટેક્નિકનો ઉપયોગ કરે છે.

 

બીજા શબ્દોમાં કહીએ, તો હેર કલર હોય અથવા રિબોન્ડિંગ આવી કોઈ પણ હેર ટ્રીટમેન્ટ ઘર પર ન કરો જેમાં કેમિકલ્સનો ઉપયોગ થયો હોય.

હેરકટ

 

હેર કલરની જેમ જ ઘર પર ક્યારેય હેરકટ કરવાની ભૂલ ન કરવી. તમને ઘર પર હેરકટ કરવાના ઘણા વીડિયોઝ મળી જશે, પરંતુ અમે સલાહ આપીએ છીએ કે આ બાબતમાં પૈસા બચાવવાની કોશિશ ન કરો અને તેને કાયમ પાર્લર જઈને જ કટ કરાવો.

થ્રેડિંગ

 

એક્સ્ટ્રા હેરને રિમૂવ કરવા માટે તમે ટ્વિજરનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તેને શેપ આપવા માટે તમે જાતે જ ઘર પર થ્રેડિંગ કરવાની ભૂલ ન કરો. તમારી એક નાનકડી ભૂલ તમારી આઇબ્રોઝની સાથે તમારો લુક ખરાબ કરી શકે છે.

બ્લેકહેડ્સ રિમવૂ કરવા

 

ઘરે આ ટ્રીટમેન્ટ માટે માત્ર સ્ક્રબ અથવા બ્લેકહેડ્સ રિમૂવર સ્ટ્રિપનો જ ઉપયોગ કરો. જો આ તેનાથી ન નીકળે તો તેને રિમૂવ કરવાનું બંધ કરી દો અને તમારા નજીકના પાર્લરમાં જઈને તેને રિમૂવ કરાવો.

બિકિની વેક્સ

 

હાથ-પગના અણગમતા વાળથી છુટકારો મેળવવા માટે તમે જાતે ઘર પર વેક્સિંગ કરી શકો છો, પરંતુ તે પણ ત્યારે જ કરો જ્યારે તમે તેમાં માસ્ટર હોવ અથવા તેને કરવા માટે તમે સંપૂર્ણપણે કોન્ફિડન્ટ હોવ. પણ જ્યારે વાત બિકિની વેક્સની હોય, તો તેને કાયમ પ્રોફેશનલ્સ પાસે જ કરાવો. જો તમે તેને ઘર પર કરશો તો એલર્જી અને રેશિઝની પરેશાની થવી સ્વાભાવિક છે અને અનેક નુકસાન પણ થઈ શકે છે.

જેલ મેનિક્યોર હટાવવું

 

આજકાલ આ મેનિક્યોર ખૂબ પોપ્યુલર થઈ ચૂક્યો છે. પરંતુ તેને ઘર પર કરવાની ભૂલ ન કરો. તેમાં તમારા નખને એક બોક્સમાં રાખીને UV રેન્જથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તેને કરાવવાના થોડા સપ્તાહ પછી તે નીકળી જાય છે. જો તમે તેને ઘર પર રિમૂવ કરશો તો આ નખને ખરાબ કરી તેને નબળા બનાવી દેશે. ઘણી વખત તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે.

Source Divybhaskar